- ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ, ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું
- ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં પણ બનાવ્યું નામ
- SUV કાર નીચે લોએસ્ટ લિમ્બો સ્કેટિંગ કર્યુ હતુ
અમદાવાદની તક્ષવી વાઘાણીએ કમાલ કર્યો છે. તેની ઉંમર તો માત્ર 6 વર્ષની જ છે પણ આ દીકરીએ પોતાના શોખને હુનર બનાવ્યો અને માતા પિતાનું નામ પણ રોશન કર્યું છે. આ નાનકડી દીકરીએ નાની ઉંમરમાં સ્કેટિંગમાં જે માસ્ટરી મેળવી છે તે ભાગ્યેજ કોઈ કરી શકે. તક્ષવીને સ્કેટિંગ કરતી જુશો તો તમારા મોઢેથી વાહ અચૂક નીકળશે.
ક્યારથી કરી શરૂઆત
તક્ષવી જ્યારે ચાર વર્ષની હતી ત્યારથી તેને સ્કેટિંગનો શોખ હતો અને આજે તે તેનો હુનર બની ગયો છે.6 વર્ષની ઉંમરે સ્કેટિંગમાં તક્ષવીએ એટલી મહારથ હાંસલ કરી છે કે જાણે પાણી પર માછલીને તરતી જોઈ લો. તેના હુનરના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે.
16 સેમી હાઈટ નીચે 25 મીટર લોએસ્ટ લિમ્બો સ્કેટિંગ કર્યુ
તક્ષવીના રેકોર્ડની જો વાત કરીએ તો લિમ્બો સ્કેટિંગમાં તક્ષવીએ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ, ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આ માટે તેણીએ SUV કાર નીચે લોએસ્ટ લિમ્બો સ્કેટિંગ કર્યુ હતુ. એટલું જ નહીં હવે પછી તક્ષવી ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવવા પ્રયાસ કરી રહી છે. રવિવારે તક્ષવી હરનીલ વાઘાણીએ 16 સેમી હાઈટ નીચે 25 મીટર લોએસ્ટ લિમ્બો સ્કેટિંગ કર્યુ અને ગિનિસ બુકમાં સ્થાન મેળવવા માટે તેને સબમિટ કરશે.


