ચિયા સીડસનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. ચિયા સીડસની સાથે બીટરૂટ પણ ખાવામાં આવે તો શરીરની સાથે ત્વચાની સમસ્યામાં પણ ફાયદો થાય છે. યુવતીઓ ગ્લોઈંગ ત્વચા મેળવવા બ્યુટિ પાર્લરમાં મોંઘી ટ્રીટમેન્ટ કરાવે છે. ગ્લોઇંગ ત્વચા મેળવવા આજે તમને ચિયા સીડસ અને બીટરુટનું એક બેસ્ટ ડ્રિંકસ જણાવીશું.
કેવી રીતે બનાવવું આ ડ્રિંક્સ
ત્વચામાં થતી કાળાશ દૂર કરવા બીટરૂટ અને ચિયા સિડસનું ડ્રીંકસનું જરૂર ફાયદો કરશે. આ ડ્રિંકસ બનાવવા સૌપ્રથમ 1 ચમચી ચિયા સીડસ લો. પછી એક વાસણમાં અડધો કપ પાણી લઈ ચીયા સીડસ તેમાં નાખો અને થોડીવાર પલાળી રાખો. આટલો સમય પલાળી રાખ્યા બાદ ચીયા સીડસ પાણીમાં ફૂલવા લાગશે. ત્યારે બીજી બાજુ મિકસરમાં 1 બીટરૂટને ક્રશ કરો. બીટરૂટ મિક્સરમાં ક્રશ થઈ ગયા બાદ તેમાં પલાળેલા ચીયા સીડસને તેમાં નાખી ફરી એક વખત મિકસી ફેરવી લો. તૈયાર થઈ ગયું તમારું હેલ્ધી ડ્રિંકસ.
આ ડ્રીંકસના ફાયદા
ચિયા સીડસ એન્ટીએજિંગ માટે ઉપયોગી છે. ચિયા સીડ્સમાં ફાઈબર, પ્રોટીન, ઓમેગા-3 ફેટી એસિડ સહિત પોષક તત્વોનો ભંડાર હોવાના કારણે તે સ્વાસ્થ્ય માટે વરદાન માનવામાં આવે છે. જયારે વિટામિન-સીથી ભરપૂર બીટરૂટમાં એન્ટિઑકિસડન્ટ ગુણધર્મો રહેલા છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ રસનું સેવન બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને હૃદયના સ્વાસ્થ્યને સારું રાખવામાં પણ મદદ કરે છે. દરરોજ સવારે આ રસનું નિયમિત સેવન કરવાથી ત્વચાની સમસ્યા તો દૂર થશે સાથે જ પાચન સુધારવાથી લઈને વજન નિયંત્રિત કરવા સુધીના અનેક ફાયદા મળશે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છૅ અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )