ડાયાબિટીસ થવાથી ફક્ત તમારા શરીર પર જ અસર થતી નથી, પરંતુ તેના લક્ષણો તમારી ત્વચા પર પણ દેખાય છે. સામાન્ય રીતે ડાયાબિટીસના શરૂઆતના લક્ષણો ફક્ત ત્વચા દ્વારા જ દેખાય છે. ગુપ્તાંગની ત્વચા પર ખીલ થવાને તેનું પ્રારંભિક લક્ષણ માનવામાં આવે છે. આ ઉપરાંત ત્વચા પરના કોઈપણ ઘા, કે જેને રૂઝ આવતા વધુ સમય લાગે છે તો તે પણ ડાયાબિટીસ હોવાનું કારણ છે. આ ઉપરાંત ડાયાબિટીસ સંબંધિત ઘણા લક્ષણો ત્વચા પર પણ ઉભરી આવે છે. આ લક્ષણો ઓળખ્યા પછી તમારે તાત્કાલિક તમારા સુગર લેવલની તપાસ કરાવવી જોઇએ.
સૌથી ઝડપી ફેલાતો રોગ
આજના સમયમાં ડાયાબિટીસ સૌથી ઝડપથી ફેલાતો રોગ છે. બદલાયેલી જીવનશૈલી અને ખરાબ ખાવાની આદતોને કારણે રોગની સંખ્યા વધી રહી છે. તેમાં પણ આજની ફાસ્ટ લાઇફને કારણે ડાયાબિટીસ સૌથી ઝડપી ફેલાતો રોગ છે. ડાયાબિટીસમાં ત્વચાની શુષ્કતા, પગની પિંડી પર ફોલ્લીઓ, કાળા ધબ્બા, લાલ ફોલ્લીઓ અને ત્વચા કાળી પડવાનો પણ સમાવેશ થાય છે. જો ત્વચા પર આવો ફેરફાર દેખાય, તો તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને ડાયાબિટીસ માટે તમારી તપાસ કરાવવી જોઈએ.
ત્વચા પર કેવી થાય છે અસરો?
- નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ડાયાબિટીસના કિસ્સામાં, સામાન્ય રીતે રાત્રે વારંવાર પેશાબ કરવા માટે ઉઠવું એ પ્રારંભિક લક્ષણ છે.
- ત્વચા શુષ્ક થઈ જાય, ત્વચા પર ઘણી જગ્યાએ લાલ ફોલ્લીઓ થઈ જાય. જેમાં દુખાવો અને ખંજવાળ અનુભવાય છે.
- બગલ, ગરદન અને અન્ય સ્થળોની ત્વચા કાળી થઈ જાય છે, જેને એકેન્થોસિસ નિગ્રીકન્સ કહેવામાં આવે છે.
- હાથ અને પગ પર નાના ફોલ્લા પણ દેખાઈ શકે છે.
- અંગૂઠા અને આંગળીઓ પર ખુલ્લા ચાંદા અથવા અલ્સર હોઈ શકે છે.
- ડાયાબિટીસ પણ ગેંગરીનનું કારણ બને છે, જેનો કોઈ ઈલાજ નથી.
- આ સાથે ત્વચા પણ પાતળી થઈ શકે છે.
આ ઉપાય તરત જ કરો
જો તમને તમારી ત્વચા પર ઉપરોક્ત લક્ષણો દેખાય, તો તમારે તાત્કાલિક તમારા સુગર લેવલની તપાસ કરાવવી જોઈએ. ખાંડના સ્તરને નિયંત્રણમાં રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ડાયાબિટીસના સંચાલન માટે ડૉક્ટરની સલાહ લો અને દવાઓ શરૂ કરો. ગરમ પાણીથી નહાવાનું ટાળો, તેનાથી ત્વચા શુષ્ક થઈ જાય છે. ત્વચાને ભેજયુક્ત બનાવો. જો ત્વચા પર ખંજવાળ આવે છે તો ખંજવાળ ટાળો નહી તો સમસ્યાને વધુ ગંભીર બનશે. પગને સૂકા અને સ્વચ્છ રાખો. તમારી દિનચર્યા અને ખાવાની આદતોમાં ફેરફાર કરો.
(Disclaimer: આ લેખમાં સૂચવેલ ટિપ્સ ફક્ત સામાન્ય માહિતીના હેતુ માટે છે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ પ્રકારનો ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા અથવા તમારા આહારમાં કોઈપણ ફેરફાર કરતા પહેલા અથવા કોઈપણ રોગ સંબંધિત કોઈપણ પગલાં લેતા પહેલા, કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો. સંદેશ ન્યૂઝ આ માહિતીની પુષ્ટિ કરતુ નથી. )