- ક્રિકેટનમાં સ્લેજિંગને લઇને કેપ્ટનનો વીડિયો થયો વાયરલ
- નાના કેપ્ટને પોતાની હડલ-ટૉકમાં ટીમને કરી પ્રોત્સાહિત
- “જે કેપ્ટન કહેશે તે જ કરવાનુ છે”
ઓસ્ટ્રેલિયાને ક્રિકેટ જગતમાં સૌથી વધુ સ્લેજિંગ કરવાવાળી ટીમ તરીકે એળખવામાં આવતી હોય છે. સ્લેજિંગને લઇને એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક નાનો કેપ્ટન પોતાની ટીમને હડલ-ટૉકમાં પ્રોત્સાહિત કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન કેપ્ટને પોતાનો પ્લાન પણ શેર કર્યો હતો.
ક્રિકેટમાં સ્લેજિંગ માટે પ્રખ્યાત છે ઓસ્ટ્રેલિયા
કોઈપણ રમતમાં કૌશલ્યની સાથે માનસિકતાનો પણ મહત્વનો ભાગ રહેતો હોય છે. મેદાન પર ઉપસ્થિત રહેલ વિરોધી ટીમને માનસિક રીતે નબળી પાડી શકો તો તમે એ મેચ રમ્યા વિના પણ ઘણી હદ સુધી જીતી શકો છો. ઉદાહરણ તરીકે, વિરાટ કોહલીએ પોતાની ધરતી પર સ્લેજિંગ કરીને ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા જેવી ટીમને નબળી બનાવી દીઘી હતી. અને તેમની સામે મેચ પણ જીતી બતાવી હતી. આ સિવાય ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓ પણ ઘણીવાર સ્લેજિંગ દ્વારા વિરોધી ટીમને નબળી કરતા જોવા મળતા હોય છે.
છોટે કેપ્ટનની હડલ-ટોક
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક નાનો કેપ્ટન પોતાની ટીમ સાથે હડલમાં વાત કરતો જોવા મળી રહ્યો છે. વિડિયોની શરૂઆતથી જ નાનો કેપ્ટન કહે છે, “આખી ટીમ સ્લેજિંગ કરશે. જે ત્રણ વખત મિસ ફિલ્ડ કરશે તે આઉટ થઈ જશે. જો તમે બે વાર મિસ ફિલ્ડ કરશો તો તમને બદલી નાખવામાં આવશે અને ત્રીજી વખત મિસ ફિલ્ડ પર તમને બહાર કરી દેવામાં આવશે. બધા સ્લેજિંગ કરશે. અને જેટલા પણ બોલરો છે, તેમણે વધારાના રન નથી આપવાના અને કોઈ બોલર એમ પણ નહીં કહે કે મને બોલિંગ કરવાની છે. કોઈપણ બોલર વધુ પ્રયાસ કરશે નહીં, તેને સ્ટમ્પ પર નાખો અથવા બોલ્ડ કરો વાર્તા સમાપ્ત કરી દેવી.
જે કેપ્ટન કહેશે તે જ કરવાનુ છે
વીડિયોમાં આગળ સાંભળવામાં આવ્યું હતું કે, ” જે કેપ્ટન કહેશે તે જ આપણે કરવાનું છે. બોલને હંમેશા ચમકતો કરતા રહેવાનો છે.” આ પછી, વીડિયોમાં કેપ્ટન ફાસ્ટ એન્ડ સ્પિનના હાથ ઉંચા કરાવે છે. લોકોએ આ વીડિયો પર ખૂબ જ રસપ્રદ કોમેન્ટો આપી છો. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું છે,કે “જે કેપ્ટન કહેશે તે જ કરવાનુ છે. દુનિયાનો સૌથી આક્રમક કેપ્ટન.” આ કોમેન્ટમાં લાફિંગ ઈમોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. અન્ય એક યુઝરે પણ હસીને લખ્યું કે, જે કેપ્ટન કહેશે તે જ આપણે કરવાનું છે. એ જ રીતે, લોકોએ આ વીડિયો પર પોતપોતાની લાગણીઓ વ્યક્ત કરી છે.


