- અધધધ…2435 લિટર દેશી દારૂ
- વોશ, સાધનો, રોકડ મળી 8 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયા
- કોની રહેમરાહ હેઠળ આટલો મોટો દેશી દારૂનો વેપલો ચાલતો .
નડિયાદના ચકલાસી ભાગોળમાં ગઈરાત્રે ગાંધીનગર એસએમસીએ ઓચિંતા દરોડા પાડતા દેશી દારુની ભઠ્ઠીઓ અને મોટા પ્રમાણમાં મુદ્દામાલ મળી આવતા એસએમસી ચોંકી ઉઠી હતી.
ટીમે એક બુટલેગર સહિત આઠેક લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ મામલે ફરિયાદ નોંધવાની દિશામાં ચક્રો ગતિમાન કરી દીધા હતા. જો કે પ્રશ્ન એ છે કે કોની છત્રછાયા હેઠળ શહેરમાં આટલા મોટા પ્રમાણમાં દારુનો ધીકતો ધંધો ધમધમી રહ્યો હતો. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ નડિયાદના ફતેપુરા રોડ પર રબારીવાસની પાછળ આવેલ ચકલાસી ભાગોળ છાપરામાં રહેતા પ્રકાશ રાયસિંગ તળપદા મોટાપાયે દેશી દારુની ભઠ્ઠીઓ અને કટીંગ કરતો હોવાની બાતમી ગાંધીનગર એસએમસીને મળી હતી. એસએમસી આધારે ટીમે ગઈકાલે રાત્રે દરોડા પાડતા મોટી માત્રામાં દેશી દારુ, તેની બનાવટ માટેનો મુદ્દામાલ તથા સાધનો મળી આવ્યા હતા.જેમાં દેશી દારુ 2435 લિટર (કિંમત રુ.48700), મોબાઈલ નંગ 02, 11200 રોકડ, 07 વાહનો, 640 લિટર વૉશ, ગોળ 2080 કિલો, પ્લાસ્ટિક કેરબા નંગ 25, પોલીથીન બેગના કટ્ટા નંગ 02, પ્લાસ્ટીકના ટબ નંગ 03, દારુ માપવાના સાધન નંગ 02, દારુ ગાળવાનું નાળચુ 01, સળગાવવાના લાકડા 200 કિલો, એલ્યુમિનિયમ જાર નંગ 16, પાણીની મોટર 01, પ્લાસ્ટીકની પાઈપ 16, બેરેલ નંગ 08 મળી કુલ રુ. 7,98,005નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આ પ્રકરણમાં પોલીસે પ્રકાશ તળપદાને ઝડપી પાડયો હતો. જ્યારે પપ્પુ (સત્યમ નગર, અમરાઈવાડી, અમદાવાદ દેશી દારુનો જથ્થો મંગાવનાર), વિજય (રહે.પોલીસલાઈન સામે છાપરામાં, હાટકેશ્વર, અમદાવાદ, પાર્ટનર), અનવર ઉર્ફે અન્નુ (રહે.અમદાવાદ ફોર વ્હીલરનો ચાલક), ક્લીનર, જીગા લખમન તળપદા (રહે.રાજેન્દ્રનગર, હેલીપેડ પાસે, નડિયાદ, ભઠ્ઠી પર કામ કરનાર), સંજય નગિન તળપદા, રાયસિંગ ભીલ, અન્ય ત્રણ અજાણ્યા પુરુષો, રીક્ષાનો માલિક, મહિન્દ્રા ગાડીનો ચાલક મળી કુલ 11 લોકો હોવાનું સામે આવ્યું છે. આ લખાય છે ત્યાં સુધી આ મામલે હજુ ફરિયાદ નોંધાઈ નથી.


