- સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ
- ઈન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ સુવિધા ઉભી કરાઈ
- ટોકન ડિસ્પેન્સર મશીન સહિતની સુવિધાઓ ઉભી કરાઈ
આધુનિક ભારત અંતર્ગત સુરત હવે સ્માર્ટ બની રહ્યું છે. સુરત મહાનગરપાલિકાએ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ હવે બનશે આધુનિકતાથી સજ્જ. સુરત મહાનગર પાલિકાએ સ્મીમેર હોસ્પિટલને પેપર લેસ કરવાનો નિર્ણય લીધો છે. સુરત શહેરના દર્દીઓની સુવિધાઓને વધુ સુદ્રઢ કરવાના નિર્ધાર સાથે સ્મીમેર હોસ્પિટલ આગળ વધી રહી છે. ડીજીટલ ઈન્ડિયા અંતર્ગત હવે ગુજરાતમાં હોસ્પિટલોમાં પણ આધુનિક સિસ્ટમ કાર્યરત થઈ રહી છે. ડીજીટલ ક્ષેત્રે ગુજરાત આગળ વધી રહ્યું છે ત્યારે સુરતની સ્મીમેર હોસ્પટલ ગુજરાતની પ્રથમ પેપર લેસ હોસ્પિટલ બની રહેશે. સ્મીમેર હોસ્પિટલને ઈન્ટીગ્રેટડ મેનેજમેન્ટ સિસ્ટ હેઠળ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.
પેપરલેસ હોસ્પિટલની કામગીરી શરુ
સુરત મનપા સંચાલીત સ્મીમેર હોસ્પિટલમાં અલગ – અલગ વિભાગોમાં પ્રતિદિન હજજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતાં હોય છે, ત્યારે દર્દીઓ અને તેમના પરિવારજનોનો મોટા ભાગનો સમય કેસ પેપરથી માંડીને તબીબને બતાવવામાં વેડફાઈ જતો હોય છે.આ સ્થિતિ ને ધ્યાનમાં રાખીને સુરત મહાનગર પાલિકા દ્વારા હવે સ્મીમેર હોસ્પિટલને પણ પેપરલેસ બનાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. આ અંગે હોસ્પિટલ કમિટી ચેરમેન અને ભાજપના કોર્પોરેટર મનીષા આહીરએ જણાવ્યું હતું કે, પેપરલેસ સિસ્ટમ હેઠળ પ્રથમ તબક્કામાં ઓપીડી, લેબોરેટરી, ફાર્મસી, રેડિયોલોજી વિભાગને આવરી લેવામાં આવી છે અને જાન્યુઆરીના અંત સુધીમાં આ સિસ્ટમ કાર્યરત થઈ જશે.
હોસ્પિટલના વિભાગોને ટ્રેનિંગ આપવામાં આવી રહી
બીજા તબક્કામાં તમામ ઇન્ડોર વિભાગને સાંકળી લેવામાં આવશે. પેપરલેસ સિસ્ટમ સાથે કઈ રીતે કામ કરવાનું રહેશે તે અંગે ડોક્ટર્સ, નર્સ અને સ્ટાફ તેમજ કલાર્ક વિભાગને હાલમાં ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. સ્મીમેર હોસ્પિટલ પેપરલેસ થયા બાદ આખા ગુજરાતની પ્રથમ હોસ્પિટલ રહેશે. પેપરલેસ અને લાઈન મેનેજમેન્ટ થયા બાદ સૌથી વધારે ફાયદો દર્દીઓ ને થશે. હોસ્પિટલમાં નવી સુવિધાને લઈ વિરોધ પક્ષે સુવિધાને વધારી પરંતુ બીન અભિયાસી લોકો હોસ્પિટલમાં આવશે તેઓને તકલીફ ના પડે તેના માટે પણ ટોકન સિસ્ટમ સમજાવવા એક ટીમ લોકોની મદદ માટે ઉભી રાખવાની માંગ કરી છે.
ઈન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ – સ્મીમેર હોસ્પિટલને સંપુર્ણપણે કોમ્પ્યુટરાઇઝડ
હોસ્પિટલ ઈન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ (એચઆઈએમએસ) હેઠળ સ્મીમેર હોસ્પિટલને સંપુર્ણપણે કોમ્પ્યુટરાઇઝડ કરવાની તૈયારીઓ ભહુ જ ઝડપથી ચાલી રહી છે.જે અંતર્ગત જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં હોસ્પિટલમાં આવનારા હજજારી દર્દીઓને સીધો લાભ મળશે. આ સિસ્ટમ શરૂ થયા બાદ દર્દીઓ અને તેમના સગા વ્હાલાઓને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાથી છુટકારો મળશે, સ્મિમેર હોસ્પિટલમાં કરોડો રૂપિયાના ખર્ચે ટોકન ડિસ્પેન્સર મશીન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.હવે દર્દી જયારે પણ હોસ્પિટલ આવશે ત્યારે સૌથી પહેલા તેને ટોકન ડિસ્પેન્સર માંથી લેવાનું રહશે અને ટોકન લીધા બાદ રજીસ્ટ્રેશન માટે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નહી પડે.આ સાથે જ દર્દીઓ માટે વેઈટિંગ લોન્જ પણ ઉભા કરવામાં આવશે જ્યાં ON સ્ક્રીન એમને એમનો ટોકન નંબર દેખાશે.


