ભારતીય ટીમની ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ બુધવારે આયર્લેન્ડ સામેની ત્રીજી વનડે દરમિયાન વિસ્ફોટક સદી ફટકારી હતી. મંધાનાએ આ સદી માત્ર 70 બોલમાં ફટકારી હતી. આ સાથે સ્મૃતિ મંધાના સૌથી ઝડપી સદી ફટકારનારી ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે. આ સદીની ઇનિંગ્સ સાથે મંધાનાએ પણ એક મોટી સિદ્ધિ મેળવી છે. તે મહિલા વનડે ક્રિકેટમાં 10 કે તેથી વધુ સદી ફટકારનારી ચોથી ખેલાડી બની ગઈ છે.
રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં આયર્લેન્ડ સામેની ત્રીજી મેચ દરમિયાન સ્મૃતિ મંધાનાએ 80 બોલમાં 135 રનની શાનદાર ઇનિંગ રમી
મહિલા વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ મેગ લેનિંગના નામે છે. તેણે 15 સદી ફટકારી છે. સુઝી બેટ્સ 13 સદી સાથે બીજા ક્રમે છે અને ટેમી-મંધાનાની 10-10 સદી છે.
બુધવારે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં આયર્લેન્ડ સામેની ત્રીજી મેચ દરમિયાન સ્મૃતિ મંધાનાએ 80 બોલમાં 135 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 12 ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા. સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલ વચ્ચે પ્રથમ વિકેટ માટે રેકોર્ડ બ્રેક ભાગીદારી થઈ હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 233 રન ઉમેર્યા, જે ભારતીય મહિલા ટીમ માટે કોઈપણ વિકેટ માટે ત્રીજી સૌથી મોટી ભાગીદારી છે.
12 ચોગ્ગા, 7 છગ્ગા… 70 બોલમાં સદી
સ્મૃતિ મંધાનાએ 2024 ODIમાં 16 ઇનિંગ્સમાં 62.25ની એવરેજથી 996 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ચાર અડધી સદી અને 5 સદી ફટકારી છે. તેણે 123 ફોર અને 16 સિક્સ પણ ફટકારી છે. તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેન 700 રન પણ બનાવી શક્યો નથી. મંધાનાએ હરમનપ્રીતનો સૌથી ઝડપી સદી ફટકારવાનો અગાઉનો ભારતીય રેકોર્ડ તોડ્યો હતો. હરમનપ્રીતે ગયા વર્ષે બેંગલુરુમાં દક્ષિણ આફ્રિકા સામે 87 બોલમાં સદી ફટકારી હતી.
ભારત અને આયર્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાઈ રહી છે
ભારત અને આયર્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા ત્રીજી અને છેલ્લી વનડેમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. આ સમય દરમિયાન મંધાના અને પ્રતિકા ભારત માટે ઓપનિંગ કરવા આવી હતી. મંધાનાએ 80 બોલનો સામનો કરીને 135 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 12 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે પ્રતિકાએ 129 બોલમાં ઝડપી 154 રન બનાવ્યા હતા. આ દરમિયાન પ્રતિકાએ 20 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. ટીમ ઈન્ડિયાએ 47-2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 414 રન બનાવ્યા હતા.


