ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના અને મ્યુઝિક કમ્પોઝર-ફિલ્મમેકર પલાશ મુચ્છલના લગ્ન આ વર્ષની સૌથી ચર્ચિત સેલિબ્રિટી વેડિંગમાંના એક હતા, પરંતુ 23 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રના સાંગલીમાં થનારી આ શાહી શાદી છેલ્લી ઘડીએ અટકી જતાં સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. હવે ઘણા અઠવાડિયા પછી, પલાશની બહેન અને જાણીતી ગાયિકા પલક મુચ્છલે પહેલીવાર આ મુશ્કેલ સમય વિશે મૌન તોડ્યું છે.
શું બન્યું હતું તે દિવસે?
લગ્નના દિવસે સવારે જ સ્મૃતિ મંધાનાના પિતા શ્રીનિવાસ મંધાનાની તબિયત અચાનક બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ત્યારના થોડા કલાકોમાં જ, વરરાજા પલાશ મુચ્છલને પણ વાયરલ ઇન્ફેક્શન અને એસિડિટીની સમસ્યાને કારણે હોસ્પિટલ લઈ જવાયા હતા. બંને પરિવારો એકસાથે મુશ્કેલીમાં મુકાઈ ગયા, જેને કારણે લગ્ન સમારોહ સ્થગિત કરવો પડ્યો હતો.
પલક મુચ્છલે Filmfare સાથેની વાતચીતમાં જણાવ્યું કે, પરિવારે ખૂબ જ મુશ્કેલ સમય જોયો છે. અમે માત્ર પોઝિટિવ રહેવા, સકારાત્મકતા ફેલાવવા અને મજબૂત બનવા માંગીએ છીએ. પલકનું આ નિવેદન સ્પષ્ટ કરે છે કે, બંને પરિવારો હજૂ પણ આ આઘાતમાંથી બહાર આવી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર સસ્પેન્સ
ઘટના બાદ સ્મૃતિ અને પલાશ બંને સોશિયલ મીડિયાથી લગભગ દૂર થઈ ગયા છે. સ્મૃતિએ તો પોતાની સગાઈ અને લગ્ન સંબંધિત તમામ પોસ્ટ્સ પણ ડિલિટ કરી દીધી, અને બંનેએ પોતાના ઇન્સ્ટાગ્રામ બાયોમાં “ઈવિલ આઈ” ઇમોજી પણ મૂક્યું છે, જેનાથી નવા કયાસ લગાવાઈ રહ્યા છે. જોકે, પલાશ એરપોર્ટ અને વૃંદાવનના એક આશ્રમમાં માસ્ક પહેરેલી હાલતમાં જોવા મળ્યા હતા. નવી તારીખ 7 ડિસેમ્બરની અફવા ફેલાઈ હતી, પરંતુ સ્મૃતિના ભાઈએ તરત જ સ્પષ્ટતા કરી કે લગ્ન હજૂ પણ હોલ્ડ પર છે. હવે સૌની નજર લગ્નની નવી તારીખ પર ટકેલી છે.
આ પણ વાંચો – Smriti Mandhana સાથે ચીટિંગની ચર્ચાઓ વચ્ચે, પલાશ પ્રેમાનંદ મહારાજના આશ્રમ પહોંચ્યો


