રાજકોટના રેલનગરમાં દિવસેને દિવસે ચોરો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે વધુ ચોરીની ઘટના સામે આવી છે. જેમાં રેલનગરના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને અંદાજીત 9 લાખની ચોરી કરી હતી.ત્યારે પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર અનેક સવાલો ઉભા થયા છે. વારંવાર બનતી ચોરીની ઘટનાઓને લઇને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રેલનગરની સાંઇબાબા સોસાયટીમાં બંધ મકાનનાં તાળા તુટ્યા હતાં. પરીવાર લગ્નમાં બહાર હોય તેની જાણ તસ્કરોને થતાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. ત્યારે ઘરમાંથી અંદાજિત નવ લાખની ચોરી થવાની આશંકા છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સીસીટીવી કેમેરાનાં આધારે પોલીસે તસ્કરોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.