- ખેલ અભિરુચી કસોટીને લઈ ભાજપના MLAનો પત્ર
- જનક તળાવીયાએ શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર
- પરીક્ષામાં 35 ગુણથી પાસ ગણવા માટે રજૂઆત
તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 29 નવેમ્બરના રોજ લેવામાં આવેલી ખેલ અભિરૂચી પરીક્ષા 2023 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ખુદ શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ ટ્વીટ કરીને આ પરીક્ષાના પરિણામ વિશે માહિતી આપી હતી. ત્યારે હવે ભાજપના જ ધારાસભ્ય દ્વારા આ પરીક્ષાને લઈને શિક્ષણમંત્રીને પત્ર લખી ભલામણ કરવામાં આવી છે. જો આ ભલામણ સ્વીકારવામાં આવશે તો પરીક્ષાના પરિણામને ફરીથી રિવાઈઝ કરવું પડી શકે તેમ છે. ત્યારે આ મામલે હવે જોવાનું એ રહે છે કે શું સરકાર પોતાના જ ધારાસભ્યની ભલામણ સ્વીકારે છે કે કેમ?
હકીકતે 29 નવેમ્બરના રોજ લેવામાં આવેલી SAT-2023ની પરીક્ષાનું પરિણામ જાહેર થોડા દિવસો પહેલા જ જાહેર કરાયું છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખેલ અભિરૂચિ કસોટીની પરીક્ષા લેવામાં આવી હતી, જેનું ગણતરીના દિવસો પહેલા જપરિણામ જાહેર કરાયું છે. ત્યારે હવે ભાજપના જ MLA જનક તળાવીયાએ આ પરીક્ષાના પરિણામના મામલે સરકારને એક મોટી ભલામણ કરી હોવાનું સામે આવ્યું છે. જનક તળાવીયાએ આ મામલે શિક્ષણમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે આ પરીક્ષામાં પાસિંગ ગુણની મર્યાદા ઘટાડવી જોઈએ. જેમ કે આ પરીક્ષામાં જે પણ પરીક્ષાર્થીને 50 ગુણ મળ્યા છે તેમને પાસ કરવામાં આવ્યા છે. જો કે હવે જનક તળાવીયાએ એવી રજૂઆત કરી છે કે આ પરીક્ષામાં જે પણ વિદ્યાર્થીઓને 35 ગુણ અથવા તેનાથી વધુ આવ્યા હોય તેમને પાસ કરવામાં આવે. મહત્વનું છે કે ખુદ ભાજપની જ સરકાર હોવાથી શું સરકાર પોતાના જ ધારાસભ્યની ભલામણ માનશે કે પછી રિઝલ્ટની બાબતે પરિવર્તન નહીં કરે તે હવે જોવું રહે છે.
આ મામલે વધુ વિગતો અનુસાર આ પરીક્ષા હેઠળ કુલ 5075 જગ્યાઓ ખાલી હોવાની માહિતી સામે આવી છે. જેમાંથી હાલના પરીક્ષા પરિણામ અનુસાર માત્ર 1785 ઉમેદવારોએ જ પરીક્ષા પાસ કરી છે. જેથી મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી રહી હોવાનું સામે આવ્યું છે. આથી ભાજપ ધારાસભ્ય જનક તળાવીયાએ આ જગ્યાઓને લઈને સરકારને પત્ર લખીને રજૂઆત કરી છે કે આ પરીક્ષાના પાસિંગ ગુણની મર્યાદા 35 કરવામાં આવે જેથી વધુ પ્રમાણમાં જગ્યાઓને ભરી શકાય. જો કે હવે સરકાર આ મામલે કેવું વલણ અપનાવે છે તે તો આગામી દિવસોમાં જ સ્પષ્ટ થઈ શકશે.
થોડા દિવસો અગાઉ શિક્ષણમંત્રી પ્રફુલ પાનરેસિયાએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, ખેલ અભિરૂચિ કસોટીની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું હતું . રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પર પરિણામ મુકવામાં આવ્યું હતું. તેમણે X ટ્ટીટરમાં લખ્યું હતું કે, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા.29/11/2023ના રોજ લેવાયેલ “ખેલ અભિરૂચિ કસોટી (SAT)– 20231”નુ પરિણામ જાહેર કરવામાં આવેલ છે. ઉમેદવારો સદરહું પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ http://sebexam.org પરથી જોઈ શકશે. આ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવી હતી. જેનું પરિણામ આવી જતા શિક્ષણમંત્રી પ્રફૂલ પાનેસેરિયાએ તેની જાણકારી આપી હતી.


