શહેર ભાજપ સહિતના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની હાજરી
અગ્ર ગુજરાત, રાજકોટ
કરણાભાઈ માલધારીનો 75મો જન્મ દિવસ ‘અમૃત મહોત્સવ’ તેમજ જાહેર જીવનના 60 વર્ષ (ષષ્ટિ પૂર્તિ) નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં આમંત્રિત મહેમાનો સૌરાષ્ટ્રભરમાંથી પધાર્યા હતા. આ કાર્યક્રમમાં વરિષ્ઠ વજુભાઈ વાળા, હસુભાઈ દવે, હીરાભાઈ માલધારી, રતનબેન રાતડીયા (અમર ભારતી, પાવઠી) તેમજ ગોવિંદભાઈ પટેલ, નરેન્દ્રભાઈ દવે, શહેર ભાજપના પ્રમુખ માધવ દવે, કમલેશ જોષીપુરા, માવજીભાઈ ડોડીયા, અર્જુન ટોળીયા, ધ્રુવ ટોળીયા, અશોક ડાંગર, ગૌતમ કાનગડ, નેહલ શુકલ, રાજુભાઈ માલધારી, મયૂરભાઈ માલધારી, રાજુભાઈ ઝુંઝા, ભીખાભાઈ પડસારીયા, રાજુભાઈ ચાવડીયા, સંજય ચાવડા, ગોવિંદભાઈ કાનગડ, નિલેશ જલુ, તનસુખભાઈ ગોહેલ, પોપટભાઈ ગમારા, લાલજીભાઈ ખાટરીયા, નીતિનભાઈ ઘાટલિયા, અશોકભાઈ ગોરવાડીયા, ભરતભાઈ મકવાણા, જીતુભાઈ કાટોડીયા વગેરે હાજર રહ્યા હતા.
તેમજ સૌરાષ્ટ્ર માલધારી સમાજની શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે: ગોપાલક ગર્લ્સ હોસ્ટેલ (રાજકોટ), કુમાર છાત્રાલય (સુરેન્દ્રનગર), કન્યા છાત્રાલય (ભાવનગર), કુમાર છાત્રાલય (જુનાગઢ), કુમાર અને કન્યા છાત્રાલય (જામનગર), ગોપાલ તાલીમ સેન્ટર (અમરેલી), કુમાર છાત્રાલય (બાબરા), કુમાર છાત્રાલય (સાવરકુંડલા) વગેરેના સંચાલક અગ્રેસરો હાજર રહ્યા હતા.
આ તકે માલધારી સમાજના કન્યા-કુમારને શિક્ષણ આપતી ઉપરોક્ત સંસ્થાઓને ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ રૂપે કંઈક અર્પણ કરવાની ઈચ્છા કરણાભાઈ માલધારી પરિવારના સંતોકબેન તથા માંડણભાઈ, રૂપાબેન તેમજ મેઘાવી મેહુલભાઈ ગમારા અને સિદ્ધાર્થ માલધારીએ પ્રગટ કરી હતી.
આ તકે અમદાવાદથી પધારેલા રતનબેન રાતડીયા, ગોવિંદભાઈ પટેલ, તનસુખભાઈ ગોહેલ, ગોવિંદભાઈ કાનગડ, બાબાભાઈ ભરવાડ (સુરેન્દ્રનગર), કે.કે. ભરવાડ (ભાવનગર), ખોડાભાઈ રાતડીયા (બાબરા), રાજાભાઈ ટોળીયા (સાવરકુંડલા), વિરમભાઈ વરુ (ધ્રોલ), જાદવભાઈ રાતડીયા (જુનાગઢ), વિઠ્ઠલભાઈ બોળીયા (બોટાદ), વિરમભાઈ વકાતર (જામનગર) વગેરે મહાનુભાવોએ સંબોધન કર્યુ હતું. સભાનું સંચાલન અને આભાર દર્શન શિવાંગી અને વિભૂતિ માલધારીએ કર્યુ હતું.


