- કેન્દ્રીય સંચાર મંત્રી, સ્થાનિક ધારાસભ્ય, પાલિકા પ્રમુખ અને અધિકારીઓ ઉપસ્થિત
- રોજગાર આધારીત જન કલ્યાણ (PM SU-RAJ) પોર્ટલ લોન્ચિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાયુ
- કામદારોને આયુષ્યમાન હેલ્થકાર્ડ અને PPE કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો
કેન્દ્રીય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં ઇપ્કો વાલા હોલ, નડિયાદ ખાતે વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સામાજિક ઉત્થાન અને રોજગાર આધારીત જન કલ્યાણ (PM SU-RAJ) પોર્ટલ લોન્ચિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાયુ હતું. આ યોજના થકી પરર જિલ્લાઓના 1 લાખથી વધુ SC, OBC અને સફઈ કામદારોને લાભ મળશે. સાથોસાથ નમસ્તે યોજના અંતર્ગત સફઈ કામદારોને આયુષ્યમાન હેલ્થકાર્ડ અને PPE કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સંચારમંત્રીશ્રી દેવુસિહ ચૌહાણના હસ્તે લાભાર્થીઓને આયુષ્યમાન ભારત કાર્ડનુ વિતરણ કર્યો હતો. કાર્યક્રમમાં માતરના ધારાસભ્ય કલ્પેશભાઇ પરમાર, નડિયાદ નગરપાલિકા પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઇ ભહ્મભટ્ટ, ખેડા જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ તેમજ જિલ્લાના અગ્રણીઓ અને મોટી સંખ્યા લોકો જોડાયા હતા.
આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ભાવનગરથી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇપટેલ અમદાવાદથી ગુજરાતના લોકો સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ સાધ્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણે સફઇ કામદારોને મુખ્યધારામાં તેઓ કઇ રીતે જોડાઇ વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના લક્ષ્યને સાકાર કરવામા મદદ કરી શકે છે. તે અંગે ખ્યાલ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામાજિક ઉત્થાન અને રોજગારને ધ્યાનમા રાખીને પી.એમ સૂરજ રાષ્ટ્રીય પોર્ટલનું લોંચિંગ આજે કર્યુ છે ત્યારે કેટલાક સમાજો જે આર્થિક રીતે નબળા છે તેમણે ઓછા વ્યાજદરે ઋણ મળશે.


