ઓક્ટોબર-2023માં 3,89,714 પેસેન્જર વાહનો, 76,940 થ્રી-વ્હીલર, 18,95,799 ટુ-વ્હિલર વાહનો વેચાયા
સૌથી વધુ પેસેન્જર વાહનોના વેચાણમાં 15.9 ટકાનો વધારો : દેશમાં વાહનોના વેચાણમાં ધરખમ વૃદ્ધિ
Updated: Nov 10th, 2023
નવી દિલ્હી, તા.10 નવેમ્બર-2023, શુક્રવાર
Vehicle Sales Report October 2023 : દેશમાં વાહનોના વેચાણમાં ધરખમ વધારો થયો હોવાનો રિપોર્ટ સામે આવ્યું છે. રિપોર્ટ સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (સિયામ)એ આજે ઓક્ટોબર-2023માં કુલ વાહનોના વેચાણનો ડેટા જાહેર કર્યો છે. સિયામના ડેટા મુજબ ઓક્ટોબર-2023માં પેસેન્જર વાહનો, થ્રી-વ્હીલર્સ, ટુ-વ્હીલર અને ક્વાડ્રિસાઇકલનું કુલ ઉત્પાદન 26,21,248 યુનિટ નોંધાયું છે. આ દરમિયાન સૌથી વધુ પેસેન્જર વાહનોના વેચાણમાં 15.9 ટકાનો વધારો નોંધાયો છે.
સૌથી વધુ પેસેન્જર વાહનોનું વેચાણ
ઓક્ટોબર-2023માં પેસેન્જર વાહનનું કુલ 3,89,714 યુનિટ, થ્રી-વ્હીલરનું 76,940 યુનિટ અને ટુ-વ્હિલરનું 18,95,799 યુનિટ વેચાણ નોંધાયું છે. સિયામી મહાનિદેશકના રાજેશ મેનને કહ્યું કે, પેસેન્જર વ્હિકલનું ઓક્ટોબરમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 3.90 યુનિટનું વેચાણ થયું છે. ગત વર્ષની તુલનાએ આમાં 15.9 ટકાનો વધારો થયો છે.
ભારતમાં વાહનોના વેચાણમાં દર વર્ષે ધરખમ વધારો
ડેટા મુજબ થ્રી-વ્હિલર્સ વાહન સેગમેન્ટમાં ઓક્ટોબર-2023માં 42.1 ટકાનો વધારો નોંધાયો છે. આ દરમિયાન લગભગ 77 લાખ યુનિટ્સનું વેચાણ થયું છે. ટુ-વ્હિલર્સ વાહનોના વેચાણમાં દર વર્ષની જેમ 20.1 વૃદ્ધિ સાથે ગત મહિને 18.96 લાખ યુનિયનું વેચાણ નોંધાયું.
એન્ટ્રી લેવલ કારોનું વેચાણ ઘટ્યું
અગાઉ ઓક્ટોબરમાં SIAMએ કહ્યું હતું કે, ગત વર્ષની તુલનાએ એન્ટ્રી-લેવલ કારોનું વેચાણ આ વર્ષે સપ્ટેમ્બરમાં સુધીના 3 મહિનામાં 75 ટકા ઘટી 35000 યુનિટ નોંધાયું છે. જ્યારે બાઈકના વેચાણમાં 39 ટકા અને સ્કુટના વેચાણમાં 25 ટકાનો વધારો થયો છે.