હાલ ખાણ ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર ખનીજ ખનન પર કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના ભૂસ્તરશાસ્ત્રી જે.એસ. વાઢેર ની સૂચના અને માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ વિભાગના રવિ કે. કણસાગરા, રાહુલ મહેશ્વરી તેમજ મિતેશ ગોજીયા દ્વારા સોખડા નવાગામ ખાતે પસાર થતી મચ્છુ નદીના પટમાં ખનીજ ખનન ચાલતું હોય ત્યારે ત્યાં રેડ કરવામાં આવી હતી. ત્યારે સ્થળ પરથી એક એક્સકેવેટર મશીન N633DO3475 તેમજ વાહન ડમ્પર નંબર (૧) GJ-03-BW-8591 (૨) GJ-10-TY-1100 તેમજ (૩) GJ-03-BY-5015 આમ ત્રણ ડમ્પરને ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે હજુ કાર્યવાહી ચાલુ છે. આશરે દોઢ કરોડ રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો હોવાની વાત સામે આવી રહી છે.