By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading:  કચ્છના અમુક વિસ્તાર અને મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 કચ્છના અમુક વિસ્તાર અને મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકયો

Editor
Last updated: 2026/01/23 at 3:51 PM
2 months ago
Share
 કચ્છના અમુક વિસ્તાર અને મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકયો
SHARE

 ઠંડી અને પવન વચ્ચે માવઠાની આફત : બેવડી ઋતુનો અનુભવ

મિશ્ર વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડતા ખેતી પાકને નુકશાન જવાની ભીતિ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાતમાં હવામાનનો અનોખો મિજાજ જોવા મળી રહ્યો છે. નાગરિકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. તો બીજી તરફ કચ્છના નારાયણ સરોવર, વર્માનગર, ગૃહર સહિતના પંથકમાં કમોસમી વરસાદ પડયો હતો. જયારે મહેસાણા જિલ્લામાં વરસાદી ઝાપટા વરસ્યા હતાં. માવઠાના કારણે ખેતી પાકને નુકશાન જવાની ભીતિ સેવાઇ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજયના અનેક ભાગોમાં હળવાથી મધ્યમ માવઠાની શકયતા છે.

હવામાનમાં આવેલા પલટાની સૌથી વધુ અસર સરહદી જિલ્લા કચ્છમાં જોવા મળી છે. પાકિસ્તાન પર સર્જાયેલું ‘કોલ્ડ ફ્રન્ટ’ કચ્છ તરફ આગળ વધતા નારાયણ સરોવર, વર્માનગર અને ગુહર સહિતના પંથકોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. આ અણધાર્યા વરસાદને કારણે ખેતીના પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ, નલિયા 10.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે.
રાજ્યના મુખ્ય શહેરોમાં તાપમાનની સ્થિતિ મુજબ સમગ્ર રાજ્યમાં લઘુત્તમ તાપમાન સરેરાશ 15 થી 19 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું છે, જેમાં ઉત્તર-પશ્ચિમી પવનની ગતિ વધવાને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અનુભવ થાય છે જ્યારે બપોરે ગરમી લાગતા નાગરિકો બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે. તાપમાનની વિગતો મુજબ, વડોદરા 19.0 ડિગ્રી સાથે સૌથી ગરમ રહ્યું છે, જ્યારે અમરેલીમાં 14.6 અને રાજકોટમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે; આ ઉપરાંત સુરતમાં 17.8, અમદાવાદમાં 16.8 અને રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 16.0 ડિગ્રી તાપમાન રહેતા ઠંડી અને ગરમીનું મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં પવનનું જોર હજુ વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ રાજ્યના અનેક ભાગોમાં હળવા થી મધ્યમ માવઠાની શક્યતા છે. આ બદલાતા હવામાનને કારણે વાયરલ ઇન્ફેક્શન અને શરદી-ઉધરસના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ખેડૂતોને તૈયાર પાકને સુરક્ષિત જગ્યાએ ખસેડવા સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, યલો એલર્ટ સાથે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠું પડવાની શક્યતા છે. વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતા. માવઠાંની અસર ગુજરાત ઉપરાંત પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ જોવા મળશે. રાજસ્થાનના 6 જિલ્લામાં માવઠાંની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી અઠવાડિયા દરમિયાન કમોસમી વરસાદની શક્યતા પણ વ્યકત કરવામાં આવી છે.

રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે મહેસાણાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. હળવા વરસાદી ઝાપટા વરસતા રસ્તાઓ ભીંજાયા હતા. આગામી 24 કલાક બાદ બે દિવસ માટે રાજ્યમાં ઠંડીનું જોર વધશે. 2થી 3 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાશે. ત્યાર બાદ ફરી લઘુતમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. આજે અમદાવાદમાં 16.8, અમરેલીમાં 14.6, વડોદરામાં 19, ભાવનગરમાં 17.2, ભુજમાં 15.4, દાહોદમાં 14.3, દમણમાં 18.2, ડાંગમાં 15.7, ડીસામાં 15.3, દીવમાં 16, દ્વારકા 17.8, ગાંધીનગર 16, કંડલા 16.5, નલિયા 10.4, ઓખામાં 19, પોરબંદરમાં 16, રાજકોટમાં 14.8, સુરતમાં 17.8 અને વેરાવળમાં 18 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

અગાઉ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી હતી કે 21થી 26 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ફરી માવઠું પડવાની શક્યતા છે. સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.

સોમવાર સુધી દેશના અનેક ભાગોમાં વરસાદની શકયતા

જ્યોતિષ અને હવામાન નિષ્ણાત જયપ્રકાશ માઢકે જણાવ્યું હતું કે 20 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી દરમિયાન દેશના અનેક ભાગોમાં કમોસમી વરસાદ, બરફવર્ષા, ઠંડીની લહેર અને ધુમ્મસ જોવા મળી શકે છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ ગુજરાતમાં ફરી એક વખત ઠંડીની લહેર આવશે. ગુજરાતના કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 21થી 25 જાન્યુઆરી દરમિયાન હળવો વરસાદ પડી શકે છે. અમુક વિસ્તારોમાં માત્ર વાદળછાયા વાતાવરણ બાદ તીવ્ર ઠંડી અનુભવાશે. ખાસ કરીને રાત્રિના સમયે ઠંડી વધારે લાગશે.

You Might Also Like

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ

રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત
આંતરરાષ્ટ્રીય

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

Editor By Editor 7 days ago
 એઈમ્સના આપઘાત કેસમાં સંડોવાયેલા પાંચ શખ્સોને પોલીસ સુરક્ષામાં પરીક્ષા આપવા લઈ જવાતા વિરોધ
 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ
જેતપુરમાં વીજતાર તૂટી પડતા ખેડૂતની મોટર અને નીલગીરીના બગીચામાં આગ
એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?