સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે ચાલનારી સંસ્થામાં આજે યજ્ઞયાગાદિ સમિતિ દ્વારા વંસતપંચમી નિમિતે સરસ્વતી પૂજાનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં તમામ અધિકારી, કર્મચારી, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. જેમાં પ્રથમ માતા સરસ્વતીની પુજા કરવામાં આવી જેમાં યજમાન પદે ડો.કાર્તિકભાઈ પંડયા અને ડો.પંકજભાઈ રાવલ હતા. જયારે બૃહસ્પતિ ગ્રંથાલય ખાતે આવેલ બૃહસ્પતિજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી. જેમાં યજમાન પદે ગ્રંથપાલ રવિન્દ્ર કાળે, વિશાલભાઈ જોષી, વિશાલભાઈ રાઠોડ સહિતનો સ્ટાફ જોડાયો હતો. મુખ્ય પ્રવેશ દ્વાર પાસે બિરાજમાન વેદ વ્યાસજીની પૂજા અર્ચના પુરાણ વિભાગના ડો.આશાબેન માઢક અને ડો.કુંજલબેન ત્રિવેદી દ્વારા કરવામાં આવી હતી. ત્રિવેણી પ્રાંશાસનિકભવનમાં બિરાજમાન પંચમુખી હનુમાન મંદિરે પૂજા અર્ચના કરવામાં આવી જેમાં વહીવટી સ્ટાફ દ્વારા કરાવવામાં આવી જેમાં શ્વેતાબેન જાની, વૈશાલીબેન વાઘ, અનિલભાઇ જોશી સહીત તમામ સ્ટાફ જોડાયેલ હતો. વેદમંદિર ખાતે આજે પૂજા અર્ચના કરવામાં આવી જેમના યજમાન પદે હિતેષભાઇ જાની જોડાણા હતા. આ પૂજા અર્ચના દ્વારા તમામ વિદ્યાર્થીઓ તથા તમામ સ્ટાફ દ્વારા પ્રસન્નતાની અનુભુતિ થઇ હતી અને આ પૂજાવિધિને આ સમગ્ર કાર્યક્રમ યજ્ઞયાગાદી સમિતિ દ્વારા કરવામાં આવેલ હતો.


