- હવે રાજયસભામાં સોનિયા ગાંધી
- રાયબરેલીથી પ્રિયંકા ગાંધીને મળી શકે છે ટિકીટ
- દીકરી માટે રાયબરેલીથી સોનિયા ગાંધીએ છોડી સીટ
6 વાર લોકસભા સાંસદ સોનિયા ગાંધી હવે રાજયસભાના સાંસદ બન્યાં છે.આજે રાજસ્થાનમાંથી સોનિયા ગાંધી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા,રાજયસભાના સાંસદ તરીકે સોનિયા ગાંધીનો આ પહેલો કાર્યકાળ છે,તે પહેલા તેઓ 6 વાર સાંસદ પણ રહી ચૂકયા છે.વિધાનસભાના મુખ્ય સચિવ અને રાજ્યસભાના રિટર્નિંગ ઓફિસર, મહાવીર પ્રસાદ શર્માએ જણાવ્યું હતું કે, રાજસ્થાન – 2024 થી રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી માટે ત્રણેય ઉમેદવારોને ત્રણ બેઠકો પર બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે., રાજ્યસભાની ચૂંટણી 2024 માટે રાજસ્થાનમાં ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાવાની હતી,અને માત્ર ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. મંગળવારે ચૂંટણી માટે ઉમેદવારીપત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી. એકપણ ઉમેદવારનું નામ પાછું ખેંચાયું ન હોવાથી ત્રણેય ઉમેદવારોને ચૂંટાયેલા જાહેર કરાયા હતા.
દિકરી માટે ખાલી કરી લોકસભાની સીટ
સોનિયા ગાંધી અત્યાર સુધી રાયબરેલી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડતા હતા,તેઓ રાજયસભામાં જતા રાયબરેલીની સીટ ખાલી પડી છે,તો બીજી તરફ પ્રિયંકા ગાંધીને રાયબરેલી સીટ પરથી લડાવવાનો કોગ્રેસનો પ્લાન છે.માટે સોનિયા ગાંધીએ બેઠક ખાલી કરી હતી.એક તરફ સોનિયા ગાંધી કોગ્રેસમાંથી તો બીજી તરફ ભાજપમાંથી ચુન્નીલાલ ગરાસિયા તેમજ મદન રાઠોડની પણ જીત થઈ છે
પહેલી વાર અમેઠીથી સાંસદ
1999માં પહેલીવાર અમેઠીથી લોકસભા સાંસદ બન્યા હતા સોનિયા ગાંધી 1999માં પહેલીવાર અમેઠીથી લોકસભા સાંસદ બન્યા હતા. અગાઉ રાજીવ ગાંધી આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. જોકે, 2004માં રાહુલ ગાંધી આ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને સોનિયા ગાંધીએ રાયબરેલીથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. સોનિયા ગાંધી અગાઉ દક્ષિણ ભારતમાંથી લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે. ગાંધી પરિવારમાંથી રાહુલ અને સોનિયા પહેલા ઈન્દિરાએ દક્ષિણ ભારતમાં ચૂંટણી લડી હતી. જો કે ગાંધી પરિવારનો કોઈ સભ્ય દક્ષિણ ભારતના કોઈપણ રાજ્યમાંથી રાજ્યસભામાં ગયા નથી.


