કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત ફરી એક વખત લથડી છે. તેમને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેમની તબિયત સારી છે અને તેમને નિયમિત ચેક-અપ માટે દાખલ કરવામાં આવ્યા છે. આવતીકાલે એટલે કે શુક્રવારે રજા પણ આપવામાં આવશે.
ગયા અઠવાડિયે સોનિયા ગાંધી છેલ્લે જાહેરમાં જોવા મળ્યા હતા
સોનિયા ગાંધીને દાખલ કરવાનો ચોક્કસ સમય કે કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ સુત્રો જણાવી રહ્યા છે કે સોનિયા ગાંધીને ગુરુવારે સવારે દાખલ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે સોનિયા ગાંધી છેલ્લે જાહેરમાં જોવા મળ્યા હતા, જ્યારે તેઓ 13 ફેબ્રુઆરીએ સંસદના બજેટ સત્ર દરમિયાન રાજ્યસભામાં જોવા મળ્યા હતા. 10 ફેબ્રુઆરીના રોજ, સોનિયા ગાંધીએ સરકારને શક્ય તેટલી વહેલી તકે વસ્તી ગણતરી પૂર્ણ કરવા જણાવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે દેશમાં લગભગ 14 કરોડ લોકો ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળના લાભોથી વંચિત છે.
સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે.