By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    9 minutes ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સોપાન હાઇટ્સના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી નેપાળી પરિવારના માસૂમ ભાઈ બહેનના મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સોપાન હાઇટ્સના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી નેપાળી પરિવારના માસૂમ ભાઈ બહેનના મોત

Editor
Last updated: 2026/03/31 at 3:38 PM
14 minutes ago
Share
સોપાન હાઇટ્સના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી નેપાળી પરિવારના માસૂમ ભાઈ બહેનના મોત
SHARE

સોપાન હાઇટ્સના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી નેપાળી પરિવારના માસૂમ ભાઈ બહેનના મોત

સ્વિમિંગ પુલમાં ડૂબતી 5 વર્ષીય બહેનને બચાવવા જતા  7 વર્ષીય ભાઈએ પણ જીવ ગુમાવ્યો ; પરિવારમાં શોકનો માહોલ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં આવેલી સોપાન હાઈટ્સ એપાર્ટમેન્ટમાં હ્રદય દ્રવી જાય તેવી ઘટના સામે આવી છે, જેમાં ડૂબતી પોતાની નાની બહેનને બચાવવા માટે સ્વિમિંગ પુલમાં કૂદેલા 7 વર્ષીય ભાઈ સહિત બંને માસુમ બાળકોના કરુણ મોત નીપજ્યા છે. આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેને જોતા દરેકની આંખોમાં આંસુ આવી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે અને પરિવારમાં કલ્પાંત મચી ગયો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દિપેશ કરણભાઈ ભંડારી (ઉંમર 7 વર્ષ) અને તેની બહેન દેવીસીકા કરણભાઈ ભંડારી (ઉંમર 5 વર્ષ) પોતાના માતા-પિતા સાથે રૈયાધાર વિસ્તારમાં આવેલી સોપાન હાઈટ્સમાં રહેતા હતા. મૂળ નેપાળના રહેવાસી આ પરિવાર રોજગારી માટે આશરે 14 દિવસ પહેલા જ રાજકોટ આવ્યો હતો અને અહીં બિલ્ડીંગમાં સફાઈ કામ કરી જીવન નિર્વાહ કરતો હતો.
ગઈકાલે સાંજે લગભગ 4 વાગ્યાના સમયે બંને ભાઈ-બહેન એપાર્ટમેન્ટના પટાંગણમાં રમતા હતા. તે દરમિયાન તેમના માતા-પિતા બિલ્ડીંગમાં સફાઈ કામમાં વ્યસ્ત હતા. રમતા રમતા બંને બાળકો બિલ્ડીંગમાં આવેલા સ્વિમિંગ પુલ નજીક પહોંચી ગયા હતા. આ દરમિયાન અચાનક 5 વર્ષીય દેવીસીકા પુલમાં પડી ગઈ હતી.
બહેનને પાણીમાં ડૂબતી જોઈ 7 વર્ષીય દિપેશે વિલંબ કર્યા વગર બહેનને બચાવવા માટે તરત જ પુલમાં કૂદકો માર્યો હતો. પરંતુ બંને બાળકોને તરતા આવડતું ન હોવાથી થોડા જ પળોમાં બંને પાણીમાં ડૂબી ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં બંને બાળકો પુલમાં સંઘર્ષ કરતા નજરે પડે છે.
બાળકોને પાણીમાં જોઈ બિલ્ડીંગના રહીશો તરત જ દોડી આવ્યા હતા અને બંનેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના અંગે માતા-પિતાને જાણ થતા તેઓ દોડતા સ્થળ પર પહોંચ્યા હતા અને પોતાના સંતાનોની હાલત જોઈને કરુણ રડારડ મચાવી દીધી હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી બંને બાળકોને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબોએ બંને બાળકોની તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઈ જયસિંહ ઝાલા સહિતનો સ્ટાફ હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.
પરિવાર પાસેથી મળતી માહિતી અનુસાર, બંને બાળકોને આજે તેમના સગા સંબંધીઓ સાથે પરત નેપાળ મોકલવાની તૈયારી ચાલી રહી હતી. તેમની ટિકિટ પણ બુક થઈ ગઈ હતી અને મંગળવારે તેઓ રાજકોટથી રવાના થવાના હતા. પરંતુ તે પહેલા જ આ દુર્ઘટનાએ આખા પરિવારને શોકમાં ગરકાવ કરી દીધો છે.
આ બનાવની જાણ થતાં રાજકોટના નેપાળી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો સિવિલ હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી. એક જ પરિવારના બે માસુમ સંતાનોના અચાનક મોતથી સમગ્ર સમાજમાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ છે.
આ દુર્ઘટનાએ ફરી એકવાર રહેણાંક વિસ્તારોમાં સુરક્ષાના અભાવ અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. ખાસ કરીને સ્વિમિંગ પુલ જેવા જોખમી સ્થળોએ પૂરતી સુરક્ષા વ્યવસ્થા, બેરિકેડિંગ અને દેખરેખનો અભાવ ગંભીર સાબિત થઈ શકે છે. જો સમયસર યોગ્ય સુરક્ષા પગલાં લેવાયા હોત તો કદાચ આ માસુમ જીવ બચી શક્યા હોત. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજના આધારે ઘટના અંગે વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ આ કરુણ ઘટનાએ એક વાત સ્પષ્ટ કરી છે કે, થોડા પળોની બેદરકારી ક્યારેક આખા પરિવાર માટે જીવનભરનું દુઃખ બની શકે છે.

 

 

You Might Also Like

રાજકોટ જિલ્લાના ૧૭ ગામમાં પાણી પુરવઠાને લગતા રૂ.૩૮.૯૭ લાખના વિવિધ કામોને બહાલી

મનપા દ્વારા જનગણના અંતર્ગત તા.૨૦ એપ્રિલથી તા.૧૯મે સુધી કરાશે હાઉસ લિસ્ટીંગની કામગીરી

 જંગલેશ્વરના અરજદારોની અપીલ રદ થતાં તંત્ર દ્વારા ફૂલડોઝર કાર્યવાહીની તૈયારીઓ શરૂ

સાયબર સેલ PSIની સર્વિસ રિવોલ્વરથી અચાનક ફાયરિંગ, અધિકારી અને મહિલા મિત્ર ઘવાયા

બહેનના લગ્નની કંકોત્રી આપવા જતા 17 વર્ષીય ભાઈનું માર્ગ અકસ્માતે મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
BAPS મંદિરે ભગવાન સ્વામિનારાયણના પ્રાગ્ટય મહોત્સવની દિવ્ય ઉજવણી કરાઈ
રાજકોટ

BAPS મંદિરે ભગવાન સ્વામિનારાયણના પ્રાગ્ટય મહોત્સવની દિવ્ય ઉજવણી કરાઈ

Editor By Editor 3 days ago
ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો
ઓલ ઇન્ડિયા યુનિવર્સીટી યુવા મહોત્સવમાં વી.વી.પી. કોલેજના વિદ્યાર્થીઓ વન એક્ટ સ્કીટમાં પ્રથમ
રાજકોટના એડવોકેટ ભરતકુમાર આર. પરમારની મુખ્યમંત્રીને રજૂઆત
 ભૂજના માધાપર અને ભૂજોડી ગામમાં ગાજવીજ અને કરા સાથે માવઠું ખાબકયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?