ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીના મોટા ભાઈ અને ભાભીનો જીવ માંડ માંડ બચી ગયો. ગાંગુલીના ભાઈ સ્નેહાશિષ ગાંગુલી અને તેની પત્ની અર્પિતા પુરી દરિયામાં સ્પીડબોટ ચલાવી રહ્યા હતા, પરંતુ અચાનક જોરદાર મોજાને કારણે તેઓ અચાનક ડૂબવા લાગ્યા.
આ ઘટના શનિવારે સાંજે લાઈટહાઉસ પાસે બની હતી. અર્પિતાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને આ ભયાનક ઘટના વિશે માહિતી આપી છે. તેને કહ્યું કે ભગવાનનો આભાર કે તેનો અને તેના પતિનો જીવ બચી ગયો.
ગાંગુલીના ભાઈ અને ભાભી માંડ માંડ બચ્યાં
પુરીમાં એક મોટા અકસ્માતમાં સૌરવ ગાંગુલીના ભાઈ સ્નેહાશિષ અને તેમની પત્ની અર્પિતા બચી ગયા. આ કપલ પુરીમાં સ્પીડબોટની સવારીનો આનંદ માણી રહ્યું હતું ત્યારે એક જોરદાર મોજું આવ્યું, જેના કારણે બોટ પલટી ગઈ. હોડી પલટી જવાને કારણે સ્નેહાશિષ અને અર્પિતા દરિયામાં પડી ગયા અને ડૂબવા લાગ્યા.
અર્પિતાએ શેર કરેલા વીડિયોમાં તેને કહ્યું કે લાઈફગાર્ડની બહાદુરીને કારણે તેમના બંનેના જીવ બચી ગયા. તેને કહ્યું કે આ ઘટના પછી પણ તેઓ આઘાતમાં છે. અર્પિતાએ કહ્યું કે કોલકાતા પરત ફર્યા બાદ તે આ ઘટના અંગે પુરીના એસપી અને ઓડિશાના મુખ્યમંત્રીને પત્ર લખશે. સ્થાનિકોના જણાવ્યા મુજબ સ્નેહાશિષ-અર્પિતાની સ્પીડબોટ એક મોટી લહેરને કારણે સંપૂર્ણપણે સંતુલન ગુમાવી બેઠી હતી અને તેઓ દરિયામાં પડી ગયા હતા.
અર્પિતા ગાંગુલીએ લગાવ્યા આરોપો
અર્પિતા ગાંગુલીએ જણાવ્યું હતું કે બોટમાં મુસાફરોની ક્ષમતા ખૂબ ઓછી હતી અને તેથી બોટ ખૂબ જ હલકી હોવાને કારણે પલટી ગઈ. તેમને કહ્યું કે બોટની ક્ષમતા લગભગ 10 લોકોની હતી, પરંતુ પૈસાના લોભને કારણે, બોટમાં ફક્ત ત્રણથી ચાર લોકો જ બેઠા હતા. અર્પિતાના મતે, તે દિવસે દરિયામાં જનારી આ છેલ્લી બોટ હતી અને દરિયામાં જતા પહેલા તેને આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેને કહ્યું કે તેની બોટ દરિયામાં પ્રવેશતાની સાથે જ એક મોટી લહેર બોટ સાથે અથડાઈ અને બોટ તેનું સંતુલન ગુમાવી બેઠી.


