- અફ્ઘાનિસ્તાન 244, ઓમરઝાઇ 97*, કોએત્ઝી 4/44
- સાઉથ આફ્રિકા 5/247, ડુસૈન 76*, માર્કરામ 25
- ઇબ્રાહિમ જદરાન 15 રન બનાવીને પેવેલિયન પરત ર્ફ્યો હતો
રાસી વાન ડેર ડુસૈનના અણનમ 76 રનની મદદથી સાઉથ આફ્રિકાએ તેની છેલ્લી લીગ મેચમાં અફ્ઘાનિસ્તાનને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો. અફ્ઘાનિસ્તાનના 244 રન બનાવ્યા હતા. તેના જવાબમાં સાઉથ આફ્રિકાએ 47.3 ઓવરમાં પાંચ વિકેટે 247 રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો. ફેલુકવાયોએ 3 બોલમાં એક બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર વડે અણનમ 39 રનનું યોગદાન આપ્યું હતું. આ સાથે અફ્ઘાનિસ્તાન પણ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયું છે પરંતુ તેના ખેલાડીઓએ પૂરા વર્લ્ડ કપમાં શાનદાર દેખાવ કરીને તમામના દિલ જીત્યા છે.
રનચેઝ કરવા મેદાને પડેલી આફ્રિકન ટીમ માટે ડી કોક અને સુકાની બાવુમાએ (23) પ્રથમ વિકેટ માટે 64 રનની ભાગીદારી નોંધાવીને સારી શરૂઆત કરી હતી. ટૂર્નામેન્ટમાં હાઇએસ્ટ રન નોંધાવનાર ડી કોક 47 બોલમાં 41 રન બનાવીને આઉટ થયો હતો. માર્કરામ (25), ક્લાસેન (10) તથા મિલર (24) ટૂંકી ઇનિંગ્સ રમીને આઉટ થતાં આફ્રિકન ટીમ દબાણ હેઠળ આવી હતી. સ્પિનર્સને મદદરૂપ રાશિદ અને મોહમ્મદ નબીએ હરીફ્ બે્ટસમેનોને મુક્તમને સ્કોરિંગ શોટ્સ રમતા રોકવામાં સફ્ળતા મેળવી હતી.
સાઉથ આફ્રિકાના મજબૂત બોલિંગ આક્રમણ સામે અફ્ઘાન બેટ્સમેનો વિશેષ પ્રદર્શન કરી શક્યા નહોતા. ગુરબાઝે સારી શરૂઆત કરી હતી પરંતુ તે 25 બનાવીને આઉટ થયો હતો. ઇબ્રાહિમ જદરાન 15 રન બનાવીને પેવેલિયન પરત ર્ફ્યો હતો. ત્યારબાદ ધબડકો થતાં અફ્ઘાનિસ્તાને ચાર રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. રહમત શાહ અને ઉમરઝાઇએ 78 બોલમાં 49 રનની ભાગીદારી નોંધાવીને ઇનિંગને સ્થિરતા આપી હતી. ત્યારબાદ રાશિદ ખાન (14) અને અઝમતુલ્લાહે 44 રન ઉમેર્યા હતા. અઝમતુલ્લાહ 107 બોલમાં સાત બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર વડે 97 રન બનાવીને અણનમ રહ્યો હતો. ઇનિંગના અંત ભાગમાં નૂર એહમદે 32 બોલમાં 26 રનનું યોગદાન આપ્યું હતું. આફ્રિકન ટીમ માટે ગેરાલ્ડ કોએત્ઝીએ 44 રનમાં સર્વાધિક ચાર વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત નગિડીએ 69 રનમાં બે તથા કેશવ મહારાજે 25 રનમાંબે વિકેટ હાંસલ કરી હતી.
પિચ ઉપર ડેન્જર ઝોનમાં દોડવા બદલ અફ્ઘાન બોલર મુજીબને વોર્નિંગ મળી
આફ્રિકન ટીમની ઇનિંગ વખતે 43મી ઓવરમાં અફ્ઘાન બોલર મુજીબ ઉર રહેમાનને વારંવાર પિચ ઉપરના ડેન્જર ઝોનમાં દોડવા બદલ ફ્લ્ડિ અમ્પાયર નીતિન મેનને ફાઈનલ વોર્નિંગ આપી હતી. 41મી ઓવરમાં પણ મુજીબને અમ્પાયરે શાબ્દિક ચેતવણી આપી હતી. જોકે મુજીબનો સ્પેલ પૂરો થઇ જતાં તેની સામે કોઇ પગલાં લેવામાં આવ્યા નહોતા. જો તેણે અંતિમ ચેતવણી બાદ પણ પિચ ઉપર દોડવાનું ચાલુ રાખ્યું હોત તો તેને અમ્પાયરે બોલિંગમાંથી ખસેડી લીધો હોત.


