- એસબીઆઈ બેંક એ ભારતની સૌથી મોટી સરકારી બેંક છે
- દક્ષિણ આફ્રિકાના બેંકિંગ નિયામકે એસબીઆઈ પર 4.5 કરોડનો દંડ ફટકાર્યો
- એસબીઆઈએ શેરબજાને આપેલી જાણકારીમાં દંડ અંગેની વાત સામે આવી
ભારતની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈને દક્ષિણ આફ્રિકામાં મોટો આચકો લાગ્યો છે. દક્ષિણ આફ્રિકાના બેંકિંગ નિયામકે એસબીઆઈની એક બ્રાંચ પર કરોડોનો દંડ ફટકારી દીધો છે. એસબીઆઈએ આ અંગેની જાણકારી શેરબજારને આપી છે.
દક્ષિણ આફ્રિકામાં 4.5 કરોડનો દંડ
ભારતીય સ્ટેટ બેંક દ્વારા રેગ્યુલેટરી ફાઈલિંગમાં શેરબજારને આપેલી જાણકારી પ્રમાણે તેની પર આ એક્શન દક્ષિણ આફ્રિકાની સેંટ્રલ બેંક અને બેંકિંગ નિયામક સાઉથ આફ્રિકન રિઝર્વ બેંકની પ્રૂડેશિયલ ઓથોરિટી દ્વારા લેવાયો છે. એક્શન હેઠળ આફ્રિકી સેંટ્રલ બેંકે એસબીઆઈ પર 10 મિલિયન રેંડ દંડ ફટકાર્યો છે. જે ભારતીય ચલણી નાણાં પ્રમાણે આશરે 4.5 કરોડ રૂપિયા થાય છે.
ભારતની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈ ઉપર લાગેલો દંડ બે ભાગમાં છે. અડધાથી થોડી રકમ 5.50 મિલિયન રેંડની ચુકવણી તાત્કાલિક કરવા કહેવાયું છે. એસબીઆઈના જણાવ્યા પ્રમાણે તેની પર એક દક્ષિણ આફ્રિકાની શાખાથી આની ચુકવણી કરી દીધી છે. 4.5 મિલિયન રેંડની બાકી ચુકવણી 36 મહિના માટે સસ્પેન્ડ કરાઈ છે. જેની ચુકવણી આપેલી સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે.
દેશની સૌથી મોટી સરકારી બેંક
એસબીઆઈ બેંક એ ભારતની સૌથી મોટી સરકારી બેંક છે. ગ્રાહકોની સંખ્યાએ તે દેશની સૌથી મોટી બેંક છે. માર્કેટ સાઈઝ પ્રમાણે બીજી બે ખાનગી બેંક આગળ નીકળી ગઈ છે. એચડીએફસી બેંક જૂથને એનબીએફસીના વિલયનો ફાયદો મળ્યો છે.


