ધરતીકંપથી ફરી ધરતી ધ્રૂજી ઉઠી છે. આજે સવારે ભારતીય સમયાનુસાર સવારે આશરે છ વાગ્યે બ્રિટનના ન્યૂ સાઉથ વેલ્સના હંટર ક્ષેત્રમાં એકવાર ફરી ભૂકંપ આવ્યો છે. જેની રિકટર સ્કેલ ઉપર 4.5 તીવ્રતા નોંધાઈ છે. આટલી તીવ્રતા ધરાવતા ભૂકંપથી જાનહાનિના અહેવાલ નથી. પરંતુ નુકસાન ઘણું થયું છે. ભૂકંપ સંશોધન કેન્દ્રએ ભૂકંપ આવ્યો હોવાનું સમર્થ આપ્યું છે અને ભૂકંપનું કેન્દ્ર ધરતીથી નીચે પાંચ કિલોમીટર ઊંડાણમાં બતાવ્યું છે. ભૂકંપને લીધે સવારે લોકોમાં ડરનો માહોલ છવાયો હતો. લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળે સલામત સ્થળે દોડી ગયા હતા.
ધરતીકંપથી નુકસાનની ખબરો મળી
બ્રિટનના ભૂકંપ સંશોધન કેન્દ્રના જણાવ્યા પ્રમાણે આજે સવારે આવેલા ભૂકંપથી મસવેલબ્રુક, ડેનમેન, જેરીજ પ્લેન્સ, બંગાલ્લા, બ્યૂરીનમાં વીજળી ઠપ થઈ ગઈ હતી. આશરે 2500 લોકો બેઘર થયા છે. રૅસ્કયૂ ટીમને જાણ થતા ઘટનાસ્થળે પહોંચી સતત જહેમત બાદ કામગીરી કરી રહી છે. વીજળીની લાઈન તૂટીને પડી ગઈ હતી. ભૂકંપ હંટર ક્ષેત્રની બહાર પણ અનુભવાયા હતા. ભૂકંપથી નુકસાનની 850 ફરિયાદો મળી ચુકી છે. આ સિવાય અંતરિયાળ ક્ષેત્રોમાં પણ ધરતીકંપ અનુભવાયો હતો. આશરે 100 લોકોએ પોતાની સંપત્તિને કોઈને કોઈ રીતે નુકસાન થયાની જાણકારી આપી છે. લોકોનાં ઘરે તિરાડ આવી ગઈ છે. તેઓએ દરવાજા અને બારીઓને ધ્રૂજતી જોઈ હતી.
ભૂકંપ આવ્યાની લોકોએ આપવીતી જણાવી
મળતી માહિતી અનુસાર, ભૂકંપથી માઉન્ટ આર્થક કોલસા ખાણમાં પથ્થરો પડયા હતા જેથી ખાણિયાઓ ઈજાગ્રસ્ત થયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત મસવેલબ્રુથી પાંચ કિલોમીટર દૂર ખુલ્લી ખાણમાં ચાલતા કામને રોકી દેવામાં આવ્યું હતું. એક સ્થાનિક મહિલાએ જણાવ્યું કે, જ્યાં ભૂકંપ આવ્યો હતો ત્યાંથી તેનું ઘર 150 કિલોમીટર દૂર છે છતાં તેનું ઘર હલવા લાગ્યું હતું અને ઘરની તિજોરીઓ ધ્રૂજવા લાગી હતી.


