પ્રોટીનની ઉણપ દૂર કરવા સોયાબીન એક સારો વિકલ્પ છે. સોયાબીન એક સુપર ફૂડ છે. તેમાં 40% પ્રોટીન, ઝીંક, આયર્ન અને વિટામિન સી રહેલું છે. પોષક તત્વોથી ભરપૂર આ સુપર ફુડનું સેવન રોગપ્રતિકારક વધારે છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન તેનું સેવન વાયરલ ચેપ સામે રક્ષણ આપે છે. વરસાદી દિવસોમાં આરોગ્ય તંદુરસ્ત રાખવા સોયાબીનનું સેવન કરવું જોઈએ. જાણો તેનું સેવન સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે.
સોયાબીનના ફાયદા
સોયાબીનમાં વધુ પ્રમાણમાં રહેલ પ્રોટીન સ્નાયુઓને મજબૂત બનાવે છે અને નબળાઈ દૂર કરે છે. જયારે તેમાં જોવા મળતું ઓમેગા-૩ ફેટી એસિડ મગજની કાર્યક્ષમતા સુધારે છે. ફાઇબરથી ભરપૂર આ ફૂડનું સેવન કબજિયાતની સમસ્યા રાહત આપે છે અને પાચનતંત્રને સુધારે છે. તેમાં કોલેસ્ટ્રોલ ઘટાડતા તત્વો હોય છે જે હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે. સોયાબીન ખાવાથી હૃદયરોગની સમસ્યામાં ફાયદો થાય છે.
મહિલાઓ માટે ઉપયોગી
મહિલાઓ સંબંધિત સમસ્યામાં સોયાબીન ઉપયોગી છે અને તેના સેવનથી શરીરમાં કેટલાક એવા હોર્મોન્સ નીકળે છે, જે આપણું માનસિક સંતુલન જાળવવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. સોયાબીનમાં હાજર ફાયટોસ્ટ્રોજન નામનું તત્વ શરીરમાં એસ્ટ્રોજનની ઊણપને પૂરી કરે છે. મેનોપોઝ દરમિયાન મહિલાઓમાં થતા હોર્મોન્સના બદલાવને સંતુલિત કરવા આ સુપરફૂડનું સેવન લાભકારક છે. આ ઉપરાંત માસિક વખતે થતો દુખાવો અથવા અન્ય સમસ્યાઓમાં પણ રાહત આપે છે.
કેમ ચોમાસામાં કરવું જોઈએ સેવન
ચોમાસાની ઋતુમાં આપણી પાચન શક્તિ થોડી નબળી પડી જાય છે અને ચેપનું જોખમ પણ વધી જાય છે .આવી સ્થિતિમાં, સોયાબીન એક ઉત્તમ સુપરફૂડ છે જે વરસાદની ઋતુમાં શરીરને જરૂરી પ્રોટીન, ઉર્જા અને રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે. પોષક તત્વોથી ભરપૂર સુપરફૂડ સોયાબીનને તમે આ સિઝનમાં વિવિધ રીતે ભોજનમાં ઉપયોગમાં લઈ શકો છો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )