- આ અગાઉ બે વાર છેલ્લી ઘડીએ અવકાશમાં જવાનો કાર્યક્રમ મોકૂફ થયો હતો
- સુનિતા વિલિયમ્સના નામે અવકાશમાં સૌથી વધુ સમય પસાર કરનારી મહિલાનો રેકોર્ડ
- ફરીથી 14 જૂને સુનિતા વિલિયમ્સ ધરતી પર પરત ફરશે
ભારતીય મૂળની અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ એક અન્ય સહકર્મચારી સાથે ત્રીજી અવકાશ યાત્રા માટે રવાના થઈ છે. બંને બોઈંગ કંપનીના સ્ટારલાઈનર યાનથી આંતરરાષ્ટ્રીય કેનવરેલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી રવાના થયા હતા. સુનિતા વિલિયમ્સ આ રીતે મિશન પર જનારી પ્રથમ મહિલાના રૂપમાં ઈતિહાસ રચ્યો છે.
સુનિતા ધરતી પર કયારે ફરશે
સુનિતા વિલિયમ્સ અને વિલ્મોરનો પ્રવાસમાં 25 કલાક લાગવાની આશા છે. આ યાન આવતા ગુરુવારે અવકાશ સ્ટેશન પહોંચશે. બંને અવકાશમાં ફરતી પ્રયોગશાળામાં એક અઠવાડિયા કરતાં વધુ સમય પસાર કરશે અને ત્યારબાદ 14 જૂને પરત આવવા પશ્ચિમી અમેરિકાની એક અંતરિયાળ રણપ્રદેશમાં ઉતરશે.
સુનિતાની આ બીજી યાત્રા
એક્સપિડિશન 32/33માં, વિલિયમ્સે રશિયન સોયુઝ કમાન્ડર યુરી મેલેન્ચેન્કો અને જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સીના ફ્લાઇટ એન્જિનિયર અકિહિકો હોશીદે સાથે કઝાકિસ્તાનના બાયકોનુર કોસ્મોડ્રોનથી 14 જુલાઈ, 2012ના રોજ અવકાશમાં ઉડાન ભરી હતી. તે સમયે, વિલિયમ્સે પ્રયોગશાળામાં પરિભ્રમણ કરતી વખતે સંશોધન કરવામાં ચાર મહિના ગાળ્યા હતા. તે 127 દિવસ અવકાશમાં વિતાવ્યા બાદ 18 નવેમ્બર 2012ના રોજ કઝાકિસ્તાન પહોંચી હતી. તેમના મિશન દરમિયાન, વિલિયમ્સ અને હોશિડે ત્રણ સ્પેસવોક કર્યા અને સ્ટેશનના રેડિયેટરમાંથી એમોનિયા લીકનું સમારકામ કર્યું. 50 કલાક અને 40 મિનિટના સ્પેસવોક સાથે, વિલિયમ્સે ફરી એકવાર મહિલા અવકાશયાત્રી દ્વારા સૌથી લાંબી અવકાશયાત્રાનો વિશ્વ વિક્રમ નોંધાવ્યો હતો.
આ પણ જાણો…
વિલિયમ્સનો જન્મ યુક્લિડ, ઓહિયોમાં ભારતીય-અમેરિકન ન્યુરોએનાટોમિસ્ટ દીપક પંડ્યા અને સ્લોવેનિયન-અમેરિકન ઉર્સુલિન બોની પંડ્યાને ત્યાં થયો હતો. તેમણે યુએસ નેવલ એકેડેમીમાંથી ભૌતિકશાસ્ત્રની ડિગ્રી અને ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી એન્જિનિયરિંગ મેનેજમેન્ટમાં માસ્ટર ઑફ સાયન્સની ડિગ્રી મેળવી છે.


