બ્લુ ઓરિજિનના ન્યૂ શેપર્ડ સબઓર્બિટલ વાહન (NS-31) એ તેનું 31મું મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. 14 એપ્રિલ, 2025ના રોજ પોપ ગાયિકા કેટી પેરી સહિત 6 મહિલાઓએ અવકાશની મુસાફરી કરી હતી. આ પહેલા 1963માં વેલેન્ટિના તેરેશકોવા પ્રથમ મહિલા અવકાશ ક્રૂ હતી. આ મિશન દરમિયાન અવકાશયાત્રીઓ થોડી મિનિટો માટે વજનહીનતાનો અનુભવ કર્યો અને પૃથ્વીના જીવન પરિવર્તનકરનારા દ્રશ્યોને જોયા.
આ ક્રૂમાં કોણ છે શામેલ
- પોપ સ્ટાર: કેટી પેરી
- સીબીએસ મોર્નિંગ્સના સહ-હોસ્ટ: ગેઇલ કિંગ
- લેખક અને બાયોએસ્ટ્રોનોટિક્સ સંશોધક: અમાન્ડા ન્ગ્યુએન
- સ્ટેમબોર્ડના સીઈઓ અને ભૂતપૂર્વ નાસા રોકેટ વૈજ્ઞાનિક: આયેશા બોવે
- ફિલ્મ નિર્માતા: કેરિયન ફ્લાયન
- મિશન લીડર: લોરેન સાંચેઝ
NS-31 ક્રૂ કેપ્સ્યુલ ટેક્સાસના રણમાં ઉતારવામાં આવ્યું
ફ્લાઈટ લગભગ 14 મિનિટ ચાલી છે. NS-31 ક્રૂ કેપ્સ્યુલ ટેક્સાસના રણમાં પેરાશૂટ દ્વારા સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યુ છે. ન્યૂ શેપર્ડ બૂસ્ટર લિફ્ટઓફ પછી 2 મિનિટ 40 સેકન્ડમાં ક્રૂ કેપ્સ્યુલથી અલગ થઈ ગયું. ત્યારબાદ કેપ્સ્યુલ 100 કિમીની ઊંચાઈએ પહોંચશે, જે અવકાશની શરૂઆતની સીમા છે. જેને કર્મન લાઈન કહેવામાં આવે છે. કેપ્સ્યુલ આનાથી થોડું ઉપર જશે.


