- પેડ્રો સાંચેઝને ગુરુવારે નવી સરકાર બનાવવા માટે ફરીથી ચૂંટાયા
- સાંચેજને સંસદના 350 બેઠકો ધરાવતા નીચલા ગૃહમાં 179 સાંસદોનું સમર્થન
- પાર્ટીના નેતાઓ વચ્ચે લગભગ બે દિવસની ચર્ચા બાદ મતદાન
સ્પેનના કાર્યવાહક વડાપ્રધાન પેડ્રો સાંચેઝને ગુરુવારે નવી સરકાર બનાવવા માટે ફરીથી નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. મોટાભાગના સાંસદોએ નવી સરકાર બનાવવા માટે સાંચેઝને સમર્થન આપ્યું છે. સમાજવાદી નેતા સાંચેજને સંસદના 350 બેઠકો ધરાવતા નીચલા ગૃહમાં 179 સાંસદોનું સમર્થન છે. માત્ર જમણેરી વિપક્ષી પ્રતિનિધિઓએ તેમની વિરુદ્ધ મતદાન કર્યું. પાર્ટીના નેતાઓ વચ્ચે લગભગ બે દિવસની ચર્ચા બાદ મતદાન થયું.
સાંચેઝે તાજેતરના અઠવાડિયામાં બે કતલાન અલગતાવાદી પક્ષો સહિત 6 નાના પક્ષોનો ટેકો મેળવ્યા બાદ મત જીત્યો હતો. 23 જુલાઈના રોજ યોજાયેલી નવી સંસદની ચૂંટણીમાં પોપ્યુલર પાર્ટીને સૌથી વધુ મત મળ્યા હતા, પરંતુ દૂર-જમણેરી વોક્સ પાર્ટી સાથેના ગઠબંધનને કારણે સરકાર બનાવવા માટે પૂરતો સમર્થન મેળવવામાં નિષ્ફળ રહી હતી. સમાજવાદીઓ 121 બેઠકો સાથે બીજા ક્રમે છે. સાંચેઝની પાર્ટીએ બે મુખ્ય કતલાન અલગતાવાદી પક્ષો સાથે માફી કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં પ્રત્યેકને 14 મત છે. સ્પેનના ન્યાયતંત્રે પ્રસ્તાવિત માફી સોદાની ટીકા કરી છે. યુરોપિયન યુનિયન તેની સમીક્ષા કરી રહ્યું છે.


