- યુક્રેન અને રશિયા વચ્ચે ઘર્ષણ યથાવત
- પાકિસ્તાને હથિયારોની ડીલ માટે કર્યા હતા હસ્તાક્ષર
- યુદ્ધનો ફાયદો લેવા પાકિસ્તાને લાખો US ડોલરની કરી હતી કમાણી
યુક્રેન અને રશિયા વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. તેવામાં પાકિસ્તાને ગુરુવારે દાવો કર્યો છેકે, યુક્રેન કે રશિયાને હથિયાર આપ્યા નથી કારણ કે તે બંને દેશો વચ્ચેના સંઘર્ષમાં પોતાની છટક બારી શોધીને કૂટનીતિ ખેલ રમવા માગે છે.
જ્યારે ત્રીજા દેશ દ્વારા યુક્રેનને હથિયારો માટે ડીલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે, વિદેશ કાર્યાલય (FO) ના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “હું આની પુષ્ટિ કરું છું, જેમ કે અમે ભૂતકાળમાં કહ્યું છે.” કે પાકિસ્તાને હથિયારોનું વેચાણ કર્યું નથી. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પાકિસ્તાન તટસ્થતાની નીતિ અપનાવી રહી છે.
પાકિસ્તાન એ હથિયારોની ડીલ કર્યાની પુષ્ટિ કરવાની સ્થિતિમાં નથી કે યુદ્ધમાં બંને પક્ષો દ્વારા કયા હથિયારોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ અઠવાડિયાની શરૂઆતમાં માહિતી મળી હતી કે, રોકડની તંગીવાળા પાકિસ્તાને ગયા વર્ષે યુક્રેનને રશિયા સાથેના તેના ચાલી રહેલા યુદ્ધમાં દારૂગોળો સપ્લાય કરવા માટે બે ખાનગી યુએસ કંપનીઓ સાથે શસ્ત્રોના ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. લાખો યુએસ ડોલરની કમાણી કરી હતી. જોકે આ વાતને પાકિસ્તાને નકારી કાઢી છે.


