SIR પર ચર્ચાની માંગણી સાથે વિપક્ષ સતત વિરોધ કરી રહ્યું છે.રાજ્યસભામાં બોલતા કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે સરકાર ચૂંટણી સુધારાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે વિપક્ષે સમયમર્યાદાનો આગ્રહ રાખવો જોઈએ નહીં.તેમણે કહ્યું કે જ્યારે સરકાર ચર્ચા માટે તૈયાર હોય ત્યારે કૃપા કરીને કોઈ શરતો લાદશો નહીં.કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે સભ્યોએ નિયમ 267 હેઠળ SIR પર નોટિસ આપી છે. ગૃહે SIR પર ચર્ચા શરૂ કરવી જોઈએ.
કિરેન રિજેજૂએ શું કહ્યું ?
આજે શિયાળુ સત્રના બીજા દિવસે, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ વિપક્ષી સાંસદોને ગૃહની કાર્યવાહીમાં ખલેલ ન પહોંચાડવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર ગૃહમાં કોઈપણ મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે. ચર્ચા શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે થવી જોઈએ. તેમણે કહ્યું હતું કે અન્ય મુદ્દાઓ પણ છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે, પરંતુ વિપક્ષ એક જ મુદ્દા પર અડગ છે. તેમણે કહ્યું હતું કે ચૂંટણીમાં જીત અને હાર અનિવાર્ય છે, પરંતુ સંસદમાં હાર પર ગુસ્સો કાઢવો યોગ્ય નથી.
https://x.com/ANI/status/1995722865979846690
ખડગેએ શું કહ્યું ?
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે નિયમ 267 હેઠળ આજે આપવામાં આવેલી નોટિસનો હેતુ ગૃહમાં જણાવવો જોઈએ. આ પરંપરા રહી છે. જોકે, અચાનક એવું બની ગયું છે કે નોટિસ સબમિટ કરનારા સભ્યોના નામ વાંચવામાં આવતા નથી કે નોટિસનો વિષય પણ વાંચવામાં આવતો નથી. તેમણે કહ્યું કે અમે SIR પર તાત્કાલિક ચર્ચા માટે અપીલ કરીએ છીએ. આ ખૂબ જ ગંભીર મુદ્દો છે, કારણ કે દેશમાં BLO પોતાના જીવ ગુમાવી રહ્યા છે. તેમણે કહ્યું કે SIR પર ચર્ચા દેશ, નાગરિકો અને લોકશાહીના હિતમાં છે. અમે બધા સરકાર સાથે આ મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છીએ.
https://x.com/ANI/status/1995755142650757286
રાજ્યસભાની કાર્યવાહી કરવામાં આવી હતી સ્થગિત
મતદાર યાદીના ખાસ સઘન સુધારા સહિત વિવિધ મુદ્દાઓ પર વિપક્ષના હોબાળાને કારણે રાજ્યસભાની કાર્યવાહી પણ બપોરે 2:00 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. જ્યારે ગૃહ સવારે 11:00 વાગ્યે ફરી શરૂ થયું, ત્યારે અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણને જ્યોર્જિયાથી ભારતમાં આવેલા સંસદીય પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે આ મુલાકાત ભારત અને જ્યોર્જિયા વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવશે.
વધુ વાંચો- RSS: દુનિયા પીએમ મોદીનું કેમ સાંભળે છે? સંઘ પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું કારણ


