વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને પરાજય આપીને પહેલીવાર ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.
આ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સાઉથ આફ્રિકાનું પ્રદર્શન ખુબ જ શાનદાર રહ્યુ હતું,પરંતુ ચેમ્પિયન બન્યા બાદ પણ દક્ષિણ આફ્રિકન ટીમ રેન્કિંગમાં પહેલા સ્થાને નથી પહોંચી શકી. ફાઇનલમાં પરાજય થવા છતાં ઓસ્ટ્રેલિયા આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં પહેલા નંબરે છે. જ્યારે સાઉથ આફ્રિકાને એક સ્થાનનો ફાયદો થયો છે અને તે ત્રીજાથી બીજા નંબરે આવી ગઇ છે. જ્યારે ઇંગ્લેન્ડને એક સ્થાનનું નુકસાન થયંુ છે અને તે બીજાથી ત્રીજા નંબરે સરકી ગઇ છે. સાઉથ આફ્રિકાની જીતની ભારતના રેન્કિંગ પર કોઇ અસર થઇ નથી. રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયા 26 મેચમાં 3200 પોઇન્ટ સાથે પહેલા સ્થાને છે. તેનું રેટિંગ 123 છે. સાઉથ આફ્રિકા 22 મેચાં 2501 પોઇન્ટ સાથે 114 રેટિંગ લઇને બીજા નંબરે છે. ઇંગ્લેન્ડ 34 મેચમાં 3839 પોઇન્ટ અને 113 રેટિંગ સાથે ત્રીજા નંબરે છે. ભારતીય ક્રિકેટ ટીમ રેન્કિંગમાં ચોથા સ્થાને છે. ભારતીય ટીમના 27 મેચમાં 2837 પોઇન્ટ છે. ટીમ ઇન્ડિયાનું રેટિંગ હાલ 107 છે જે ઇંગ્લેન્ડની તુલનાાં 8 ઓછું છે. ભારત 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમનારી છે. રેન્કિંગ લિસ્ટમાં હાલ ટીમ ઇન્ડિયા બાદ પાંચમા નંબરે ન્યૂઝીલેન્ડ છે જેના 22 મેચમાં 2094 પોઇન્ટ છે અને હાલ તેનું રેટિંગ 95 છે. આ યાદીમાં પાકિસ્તાન 78 રેટિંગ સાથે સાતમા નંબરે છે. તેના 22 મેચમાં ટીમના 1705 પોઇન્ટ છે.