આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના ખેાડીઓ આગામી બે મહિના વિવિધ ટીમોમાંથી એકબીજા સામે આઇપીએલમાં રમશે.
22મી માર્ચથી આ લીગનો પ્રારંભ થઇ રહ્યો છે અને આ સમયગાળામાં ભાગ્યે જ કોઇ ઇન્ટરનેશનલ શ્રેણી રમાશે. મેગા હરાજી બાદ નવી સાઇકલ શરૂ થઇ રહી છે જેમાં ઘણા ટોપ સ્ટાર નવી ટીમો માટે રમશે અને મોટા ભાગની ફ્રેન્ચાઇઝીએ નવા સુકાની સાથે મેદાનમાં ઉતરવાની જાહેરાત પણ કરી દીધી છે.
ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણી સાથે 2025-27ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત કરશે. ભારત 18 વર્ષના લાંબા ગાળા બાદ પટોડી ટ્રોફી જીતવા માગશે કારણ કે2021-22માં ઘણા ઓછા માર્જિનથી તે હારી ગયું હતું. આ શ્રેણી રેડ બોલ ક્રિકેટમાં દેશ માટે નવી શરૂઆત પણ કરાવી શકે છે. ભારતનો બીજો મોટો ટાર્ગેટ 2026નો ટી20 વર્લ્ડ કપ છે જે આગામી ફેબ્રુઆરી તથા માર્ચમાં ભારતના ઘરઆંગણે રમાવાનો છે. આ ઇવેન્ટમાં શ્રીલંકા પણ સંયુક્ત યજમાન છે. આગામી 12 મહિનામાં ભારતીય ટીમ નવ ટેસ્ટ મેચ, 12 વન-ડે રમશે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ટીમ એસિયા કપ અને ટી20 વર્લ્ડ કપ ઉપરાંત 18 અન્ય ટી20 મેચો રમશે.
ભારતીય ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસમાં 21મી જૂનથી ચોથી ઓગસ્ટ સુધી પાંચ ટેસ્ટ, ઓગસ્ટમાં જ બાંગ્લાદેશના પ્રવાસમાં ત્રણ વન-ડે અને ત્રણ ટી20, સપ્ટેમ્બરમાં એશિયા કપમાં રમશે. ઓક્ટોબરમાં ભારત બે ટેસ્ટ માટે વેસ્ટ ઇન્ડિઝની યજમાની કરશે. ત્યારબાદ ભાત ઓક્ટોબર અને નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડશે જેમાં તે ત્રણ વન-ડે અને પાંચ મેચની ટી20 શ્રેણી રમશે. સાઉથ આફરીકાની ટીમ નવેમ્બર અને ડિસેમ્બરમાં બે ટેસ્ટ, ણ વન-ડે તથા પાંચ ટી20 મુકાબલા માટે ભારતના પ્રવાસે આવશે. 2026ની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડની ટીમ ત્રણ વન-ડે અને પાંચ ટી20 માટે જાન્યુઆરીમાં ભારતનો પ્રવાસ ખેડશે. ફેબ્રુઆરી અને માર્ચમાં ટી20 વર્લ્ડ કપનું આયોજન થશે.
ઇંગ્લેન્ડની ટૂર સાથે ગંભીરની આકરી કસોટી શરૂ થશે
ભારતીય ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસ સાથે પોતાની આગામી બે વર્ષની સાઇકલનો પ્રારંભ કરશે. કોચ ગંભીરના માર્ગદર્શનમાં તથા કોચિંગમાં આગામી બે મહત્ત્વપૂર્ણ વર્ષમાં મોટા ફેરફારો થાય તેવી સંભાવના છે. આઇપીએલ બાદ ગંભીર પાસે ઇંગ્લેન્ડની તૈયારી માટે સહેજ પણ સમય રહેશે નહીં. આ ઉપરાંત 2026ના પ્રારંભે રમાનારો ટી20 વર્લ્ડ કપ પણ સૌથી મોટા કપરા પડકાર સમાન સાબિત થશે.


