બોલર્સના શિસ્તબદ્ધ પ્રદર્શનની મદદથી વિદર્ભની ટીમે રણજી ટ્રોફીની બીજી સેમિફાઇનલમાં મુંબઇનો પ્રથમ દાવ 270 રનના સ્કોરે સમેટીને રમતમાં પોતાનું વર્ચસ્વ જમાવ્યું હતું.
ત્રીજા દિવસની રમતના અંતે વિદર્ભે બીજા દાવમાં ચાર વિકેટે 147 રન બનાવી લીધા હતા અને તે લીડ સાથે કુલ 260 રન આગળ થયું છે. સ્ટમ્પના સમયે યશ રાઠોડ 59 તથા સુકાની અક્ષય વાડકર 31 રન બનાવીને રમી રહ્યા હતા. મુંબઇની ઇનિંગમાં આકાશે 106, સિદેશ લાડે 35 તથા શાર્દુલ ઠાકુરે 37 રન બનાવ્યા હતા. વિદર્ભ માટે પાર્થ રેખાડેએ 55 રનમાં ચાર વિકેટ હાંસલ કરી હતી.


