છેલ્લી મિનિટો સુધી રોમાંચક રહેલી મેચમાં નોટિંગહામ ફોરેસ્ટે પેનલ્ટી શૂટઆઉટમાં ઇપ્સવિચ ટાઉનને હરાવને એફએ કપ ફૂટબોલ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.
બંને ટીમ વચ્ચેની નિર્ધારિત 90 મિનિટ તથા એક્સ્ટ્રા ટાઇમની 30 મિનિટ 1-1ના સ્કોરથી સરભર રહી હતી. ઇપ્સવિચ માટે જ્યોર્જ હર્સ્ટે 53મી મિનિટે ગોલ કરીને સ્કોર 1-0નો કર્યો હતો. 15 મિનિટ બાદ મેચની કુલ 68મી મિનિટે રેયાન યાતેસે ગોલ કરીને નોટિંગહામ માટે સ્કોર 1-1થી સરભર કર્યો હતો. વિજેતા ટીમ નક્કી કરવા માટે પેનલ્ટી શૂટઆઉટનો સહારો લેવાયો હતો જેમાં નોટિંગહામે ઇપ્સવિચને 5-4ના સ્કોરથી હરાવી હતી. ઇપ્સવિચ માટે જેક ટેલર ગોલ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. અંતિમ-8 તબક્કામાં નોટિંગહામ હવે બ્રાઇટન સામે રમશે. નોટિંગહામે વિજય મેળવવાની સાથે આગામી વર્ષની ચેમ્પિયન્સ લીગ માટે પણ ક્વોલિફાય કરી લીધું હતું. આ પહેલાં માન્ચેસ્ટર યૂનાઇટેડ પણ ફૂલહામ સામેના પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. બ્રાઇટને ન્યૂ કાસલ યુનાઇટેડને 2-1થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.


