ગુજરાત સ્ટેટ એસોસિયેશન દ્વારા ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના નેજા હેઠળ યોજાયેલી નેશનલ ટીમ મેન્સ તથા વિમેન્સ ચેસ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાતમા અને અંતિમ રાઉન્ડ બાદ વિમેન્સ પીએસપીબી ટીમે સાતમાંથી સાત પોઇન્ટ મેળવીને ટાઇટલ જીતી લીધું હતું. એરપોર્ટ ઓથોરિટી બીજા તથા આંધ્રપ્રદેશ-એ ટીમ ત્રીજા ક્રમે રહી હતી. મેન્સમાં આરએસપીબી-બી ટીમે નવમાંથી સાત પોઇન્ટ જીતીને ટાઇટલ જીતી લીધું હતું. વિમેન્સમાં ગુજરાતની ઇ-ટીમ ત્રણ પોઇન્ટ સાથે ટોપ-10માં રહી હતી. વિજેતા ખેલાડીઓને ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના સેક્રેટરી તથા જીએસસીએના પ્રમુખ દેવ પટેલ, જીએસસીએના ભાવેશ પટેલ તથા ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના અધિકારીઓએ વિજેતા ખેલાડીઓને ટ્રોફી તથા રોકડ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.


