ગુરુવારે દિલ્હીમાં યોજાયેલી મહિલા પ્રીમિયર લીગ (WPL)2026ના ઓક્શનમાં અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીની ગુજરાત જાયન્ટ્સે એક મજબૂત ટીમ બનાવી.ગુજરાત જાયન્ટ્સે તેમની ઓક્શનની શરૂઆત મોટી ખરીદી સાથે કરી,જેમાં ન્યૂઝીલેન્ડની દિગ્ગજ ખેલાડી સોફી ડિવાઈનનેરૂ2 કરોડમાં ખરીદી.ભારતની તાજેતરના ICCવર્લ્ડ કપ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર રેણુકા સિંહ ફ્રેન્ચાઇઝીની બીજી ખરીદી બની,જેને રૂ60 લાખમાં ખરીદી.બેટ્સમેન ભારતી ફુલમાલીને જાયન્ટ્સે તેમના પ્રથમ RTMનો ઉપયોગ કરીને રૂ70 લાખમાં ફરીથી ખરીદી,જ્યારે તિતસ સાધુને રૂ30 લાખમાં ટીમમાં ઉમેરવામાં આવી.
ઓક્શનમાં જાયન્ટ્સે RTMનો ઉપયોગ કર્યો
ત્યારબાદ ઝડપી ગતિવાળી ઓક્શનમાં જાયન્ટ્સે તેમના બીજા RTMનો ઉપયોગ કરીને કાશ્વી ગૌતમને રૂ65 લાખમાં ફરીથી ખરીદી.ત્યારબાદ તેઓએ સતત ત્રણ ખેલાડીઓને કરારબદ્ધ કર્યા – કનિકા આહુજા (રૂ. 30 લાખ), તનુજા કંવર (રૂ. 45 લાખ), અને જ્યોર્જિયા વેરહેમ (રૂ. 1 કરોડ). કંવર પહેલી સિઝનથી જ ફ્રેન્ચાઇઝી સાથે છે.ઓસ્ટ્રેલિયન સ્ટાર વેરહેમ,જેમણે 2024 માં RCB સાથે ટાઇટલ જીત્યું તે પહેલા ગુજરાત સાથે WPL માં ડેબ્યૂ કર્યું હતું અને 2025 માં ફરીથી RCB વતી રમી, અને હવે તેઓ જાયન્ટ્સમાં પરત ફર્યા છે.
યાસ્તિકા ભાટિયાને એટલી જ રકમમાં ખરીદી
ગુજરાત જાયન્ટ્સે કિમ ગર્થને રૂ50 લાખમાં ખરીદી, જ્યારે વડોદરામાં જન્મેલી યાસ્તિકા ભાટિયાને પણ એટલી જ રકમમાં ખરીદી.તેમણે સ્થાનિક પ્રતિભાઓ અનુષ્કા શર્મા (રૂ45 લાખ), હેપ્પી કુમારી (રૂ10 લાખ) અને શિવાની સિંહ (રૂ10 લાખ) સાથે પોતાની ટીમને વધુ મજબૂત બનાવી.ઓક્શનના અંતે,ગુજરાત જાયન્ટ્સે અનુભવી ખેલાડીઓ ડેનિયલ વ્યાટ-હોજને ₹50 લાખમાં અને રાજેશ્વરી ગાયકવાડને રૂ40 લાખમાં, સ્થાનિક પ્રતિભા આયુષી સોનીને ₹30 લાખમાં ખરીદી.
સંજય આદેશરાએ શું કહ્યું
નવી ટીમ વિશે વાત કરતાં,અદાણી સ્પોર્ટ્સલાઇનના ચીફ બિઝનેસ ઓફિસર સંજય આદેશરાએ કહ્યું કે,ઓક્શનમાં અમારા માટે જે રીતે બધું થયું તેનાથી અમે ખૂબ જ ખુશ છીએ.હવે અમારી ટીમમાં ઘણા અનુભવી ખેલાડીઓ છે,જે ટીમને માર્ગદર્શન આપી શકે છે અને અમારા પ્લેઇંગ કોમ્બિનેશન બનાવવામાં અમને વધુ સુગમતા આપી શકે છે.અમારે RTM વિકલ્પનો ઉપયોગ કરવામાં સક્ષમ બનવું પણ એટલું જ મહત્વપૂર્ણ હતું,કારણ કે તે અમને એક યુવા,ઉર્જાવાન કોરને જાળવી રાખે છે.જે અમારા મૂલ્યો અને રમતની શૈલીને સમજે છે.અમે નવી સીઝન અને અમારું શહેર વડોદરામાં પાછા રમવાની રાહ જોઈ રહ્યા છીએ.
ગુજરાત જાયન્ટ્સના મુખ્ય કોચ શું કહ્યું
ગુજરાત જાયન્ટ્સના મુખ્ય કોચ માઈકલ ક્લિંગરે જણાવ્યું હતું કે ઓક્શન કજે રીતે થઈ તેનાથી અમે ખૂબ ખુશ છીએ.અમે ઇચ્છતા ખેલાડીઓ પસંદ કર્યા અને હવે અનુભવી લીડર્સની અને યુવા ખેલાડીઓ સાથે ગતિશીલ ટીમ ગઈ છે. કોચ તરીકે, આ સંતુલન અમને ખૂબ જ સુગમતા આપે છે. ભૂતકાળના કેટલાક ખેલાડીઓને વિદાય આપવી હંમેશા દુઃખદ હોય છે,પરંતુ અમે આ નવી સિઝન માટે ઉત્સાહિત છીએ. અમારા મુખ્ય મૂલ્યો એ જ છે કે, આક્રમક અને નીડર માનસિકતા. મને વિશ્વાસ છે કે આ સિઝનમાં અમે ખૂબ જ સારું પ્રદર્શન કરીશું.
WPL 2026 માટે ગુજરાત જાયન્ટ્સની સંપૂર્ણ ટીમ:
1. એશ્લે ગાર્ડનર – ઓલરાઉન્ડર – રૂ. 3.50 કરોડ
2. બેથ મૂની – વિકેટ-બેરર – રૂ. 2.50 કરોડ
3. સોફી ડિવાઇન – ઓલરાઉન્ડર – રૂ. 2 કરોડ
4. રેણુકા સિંહ ઠાકુર – બોલર – રૂ. 60 લાખ
5. ભારતી ફુલમાલી – બેટર – રૂ. 70 લાખ (RTM)
6. ટાઇટસ સાધુ – બેટર – રૂ. 30 લાખ
7. કાશ્વી ગૌતમ – ઓલરાઉન્ડર – રૂ. 65 લાખ (RTM)
8. કનિકા આહુજા – ઓલરાઉન્ડર – રૂ. 30 લાખ
9. તનુજા કંવર – ઓલરાઉન્ડર – રૂ. 45 લાખ
10. જ્યોર્જિયા વેરહેમ – ઓલરાઉન્ડર – રૂ. 1 કરોડ
11. અનુષ્કા શર્મા – ઓલરાઉન્ડર – રૂ. 45 લાખ
12. હેપ્પી કુમારી – બોલર – રૂ. 10 લાખ
13. કિમ ગાર્થ – ઓલરાઉન્ડર – રૂ. 50 લાખ
14. યસ્તિકા ભાટિયા – વિકેટકીપર-બેટર – 50 લાખ રૂપિયા
15. શિવાની સિંહ – વિકેટકીપર-બેટર – 10 લાખ રૂપિયા
16. ડેનિયલ વ્યાટ-હોજ – બેટર – 50 લાખ રૂપિયા
17. રાજેશ્વરી ગાયકવાડ – બોલર – 40 લાખ રૂપિયા
18. આયુષી સોની – ઓલરાઉન્ડર – 30 લાખ રૂપિયા
Ashes 2025 : ગાબા ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો,આ 3 ખેલાડીઓ ઇજાના કારણે થયા બહાર


