બાર્સેલોનાની પાસે લા લીગા ફૂટબોલ લીગના પોઇન્ટ ટેબલ પર પોતાની લીડ મજબૂત કરવાની સુવર્ણ તક હતી પણ લામિલે યમાલ અને કેટલાક ખેલાડીઓ દ્વારા ગોલની તક ચૂકી જવાના કારણે ટીમ વિજય હાંસલ કરી શકી ન હતી.
બાર્સેલોના માટેનો એકમાત્ર ગોલ ગાવીએ સાતમી મિનિટે કર્યો હતો. જ્યારે બેટિસ માટેના ગોલ નતાને 17મી મિનિટે કર્યો હતો અને તે પછી કોઇ ગોલ થઇ શક્યો ન હતો. જ્યારે તેના પહેલાં વાલેન્સિયાએ શાનદાર રમતનું પ્રદર્શન કરતાં રિયલ મેડ્રિડને પરાસ્ત કર્યું હતું. વાલેન્સિયાના ગોલકીપર જિયોર્ગી મમાર્દશવિલીએ વિનિસિયસને શરૂઆતમાં મળેલી પેનલ્ટી પર ગોલ કરવા દીધો ન હતો. તે પછી 17મી મિનિટે મોક્ટારે વાલેન્સિયાને આગળ કરી દીધું હતું. વિનિસિયસે 50મી મિનિટે ગોલ કરી બન્ને ટીમને બરાબરી પર લાવી દીધી હતી પરંતુ ઇન્જરી ટાઇમમાં હ્યૂગો ડૂરોએ ગોલ કરી 2-1ની લીડ સાથે રિયલ મેડ્રિડને પરાસ્ત કરાવ્યું હતું.


