IND vs SA મહિલા U19 વર્લ્ડ કપ ફાઇનલ લગભગ બે અઠવાડિયાની રોમાંચક મેચો પછી, અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025ની ચેમ્પિયન મળી છે. આ વખતે ટુર્નામેન્ટની ફાઈનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો વચ્ચે રમાઈ હતી. મલેશિયાની રાજધાની કુઆલાલંપુરના બ્યુમાસ ઓવલ સ્ટેડિયમમાં બંને ટીમો સામસામે આવી હતી. આ મેચમાં ભારતીય ટીમે ખૂબ જ આસાનીથી જીત મેળવી અને ટાઈટલ પર કબજો કર્યો. તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમે સતત બીજી વખત અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. આ પહેલા વર્ષ 2023માં પણ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની હતી.


