ટીમ ઈન્ડિયાએ બે વાર ચેમ્પિયન ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. અને બધી ટીમોને પણ હરાવ્યા છે. પરંતુ ભારતે એક પણ ટીમને નથી હરાવી, જ્યારે કે તે ટીમે ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલમાં તેને હરાવ્યુ હતુ. તો જાણીએ કે કઈ ટીમ ટીમ ઈન્ડિયાનાં હાથમાંથી છટકી શકે છે.
ટીમ ઈન્ડિયાએ બે વાર ચેમ્પિયન ટ્રોફીનો ખિતાબ જીતી ચુકી છે. વર્ષ 2013માં ભારતે મહેન્દ્વ સિંહ ધોની કેપ્ટનશીપ હેઠળ જીતી હતી. જ્યારે કે 2002માં ભારત ચેમ્પિયન ટ્રોફીનો સંયુક્ત વિજેતા હતો. ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન ટ્રોફીમાં રમા રહેલી ટીમને ક્યારેકને તો હરાવી છે. જોકે ભારતીય ટીમ એક પણ ટીમ જોડેથી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી શકી નથી અને તે ટીમ ન્યુઝીલેન્ડ છે. આ ICC ટુર્નામેન્ટમાં ભારત ન્યુઝીલેન્ડને હરાવી નથી શક્યું. ફરી એક વખત ભારતનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે થવાનો છે. આ ટુર્નામેન્ટમાં બંને ટીમનો રેકોર્ડ જણાવીએ.
ચેમ્પિયન ટ્રોફીમાં ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામે જીતી શકી નહીં
બે વાર ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ચૂકેલી ભારતીય ટીમ કિવી ટીમ સામે જીતી નથી શકી, જોકે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં અત્યાર સુધીમાં આ બંને ટીમો વચ્ચે ફક્ત એક જ વખત મેચ રમાઈ છે જેમાં કિવી ટીમની જીત થઈ હતી. અત્યાર સુધીમાં આઠ ચેમ્પિયન્સ ટ્રોફી યોજાઈ ચૂકી છે. ભારત અને ન્યુઝીલેન્ડ ફક્ત એક જ વાર એકબીજાનો સામનો કરી શક્યા હતા
2000ની ફાઇનલમાં ભારત અને ન્યુઝીલેન્ડ ટકરાયા હતા
કેન્યાની રાજધાની નૈરોબીમાં 2000ની સાવમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં બંને ટીમો પહેલી અને છેલ્લી વખત આમને-સામને રમી હતી. ત્યારબાદ ન્યુઝીલેન્ડે ભારતને હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું . ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 264 રન કર્યા હતા. સૌરવ ગાંગુલીએ 117 રનની શાનદાર ઇનિંગ રમી હતી જ્યારે કે મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે 69 રન બનાવ્યા અને તેના જવાબમાં ન્યુઝીલેન્ડે 6 વિકેટે જીત હાંસલ કરી અને 2 બોલ બાકી રહેતા ટાઇટલ જીતી લીધું હતુ, ન્યૂઝીલેન્ડ તરફથી ક્રિસ કેર્ન્સે અણનમ 102 રન બનાવ્યા હતા..
25 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-ન્યૂઝીલેન્ડ મેચ રમાશે
આ ICC ટુર્નામેન્ટમાં તેમનો બીજો મુકાબલો 2 માર્ચે 2025એ દુબઈમાં થશે. આ વખતે આ ટીમો એક જ ગ્રુપમાં છે અને બંને ગ્રુપ સ્ટેજમાં એકબીજા સામે પોતાની છેલ્લી મેચ રમતા આગામી સમયમાં જોવા મળશે.


