પેરિસ સેંટ જર્મેન (પીએસજી)એ પોતાના અજેય અભિયાનને જાળવી રાખતાં શનિવારે એન્જર્સને 1-0થી પરાજિત કર્યું હતું. તેની સાથે જ પોતાની છ મેચ બાકી હોવા છતાં આ ટીમે ફ્રાન્સિસી ફૂટબોલ લીગ કે જેને લીગ-1 પણ કહેવામાં આવે છે તેનો ખિતાબ પોતાના નામે કરી લીધો હતો.
લીગ-1માં પીએસજીનો આ 13મો ખિતાબ છે અને આ વિજય સાથે તેણે પોતાના જ રેકોર્ડને સુધાર્યો હતો. જ્યારે વિનિસીયસ જુનિયર પેનલ્ટી પર ગોલ કરવામાં ચૂકી ગયો હતો અને તેને પરિણામે રિયાલ મેડ્રિડને સ્પેનિશ ફૂટબોલ લીગ લા લીગામાં પોતાના ઘરઆંગણાના મેદાન પર બાર્સિલોનાના હાથે 2-1થી હારનો સામનો કરવો પડયો હતો. જ્યારે રિયલ મેડ્રિડના કટ્ટર હરીફ બાર્સેલોનાને રિયલ બેટિસે 1-1ની બરાબરી પર રોકી દીધું હતું.


