ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ગ્રાન્ડસ્લેમની મેન્સ સિંગલ્સ ધીમે ધીમે રોમાંચક બની રહી છે. ગેલ મોનફિલ્સે ચોથા ક્રમાંકિત ટેલર ફ્રિત્ઝને હરાવીને રાઉન્ડ ઓફ 16મા સ્થાન નિશ્ચિત કર્યું હતું.
કારકિર્દીમાં 19મી વખત ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમી રહેલો 38 વર્ષીય મોનફિલ્સે ફ્રિત્ઝને 3-6, 7-5 7-6 (7-1), 6-4થી હરાવીને છઠ્ઠી વખત ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. તે મેલબોર્ન પાર્ક ખાતે સ્વિર્ટ્ઝલેન્ડના દિગ્ગજ ખેલાડી રોજર ફેડરર બાદ રાઉન્ડ ઓફ 16મા પહોંચનાર ઓલ્ડેસ્ટ પ્લેયર બન્યો છે.
મેન્સ,સિંગલ્સના અન્ય મુકાબલામાં પ્રથમ ક્રમાંકિત જાનિક સિનરે માર્કોસ ગિરોનને કોઈ પણ મુશ્કેલી વિના 6-3, 6-4, 6-2થી પરાજય આપ્યો હતો. એલેક્સ ડી. મિનોરે 31મા ક્રમાંકિત આર્જેન્ટિનાના ફ્રાન્સિસ્કો કેરુન્ડોલોને 5-7, 7-6 (7-3), 6-3, 6-3થી, અમેરિકાના એલેક્સ મિચેલસને 19મા ક્રમાંકિત કારેન ખાચાનોવને બીજો સેટ ટાઇબ્રેકરમાં પહોંચ્યા બાદ 6-3, 7-6 (7-5), 6-2થી હરાવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું.


