ચેમ્પિયન્સ ટ્રોફી 2025 બાદ ભારતીય ટીમ આગામી ત્રણ મહિના ઇન્ટરનેશનલ ક્રિકેટથી દૂર રહેશે. ટીમના ખેલાડીઓ વિવિધ ફ્રેન્ચાઇઝી તરફથી આઇપીએલમાં રમશે.
આ દરમિયાન હેડ કોચ ગૌતમ ગંભીર આરામ કરવાના મૂડમાં જણાતો હતો અને તે ભારત-એ ટીમ સાથે ઇંગ્લેન્ડના પ્રવાસે જઈ શકે છે. જૂન મહિનામાં ભારતીય ટીમ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી પહેલાં એ-ટીમનો પ્રવાસ થશે. 20મી જૂનથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાં પ્રારંભ થશે. ગંભીર આગામી બે વર્ષ માટે તમામ ફોર્મેટની એક બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી રહ્યો છે. આ રોડમેપમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ તથા 2026 ટી20 વર્લ્ડ કપ પણ સામેલ છે. ગંભીર ફોર્મેટને મિક્સ કરવા માગતો નથી. વન-ડે અને ટી20 ટીમ અલગ રહેશે. કેટલાક સિનિયર ખેલાડીને બાદ કરતાં ભાગ્યે જ કોઈ ખેલાડી બંને ફોર્મેટમાં રમશે. ટી20 વર્લ્ડ કપ 2026ને ધ્યાનમાં રાખતા આ વર્ષની આઇપીએલ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
બીસીસીઆઇએ એ-ટીમો માટે કોઈ કોચ રાખ્યો નથી તેથી ગંભીર ઓર્બ્ઝવેશન માટે ઇંગ્લેન્ડ જશે કે બોર્ડ વીવીએસ લક્ષ્મણને આ ભૂમિકા સોંપે છે તે જોવાનું રહેશે. રાહુલ દ્રવિડે સિનિયર ટીમના મુખ્ય કોચની ભૂમિકા સંભાળ્યા બાદ ભારત-એ અને અંડર-19 એસાઇનમેન્ટ માટે બોર્ડે એનસીએના પૂલમાંથી કોચને રોટેટ કર્યા હતા. સિનિયર ટીમનો કોચ એ-ટીમ સાથે પ્રવાસ ખેડશે તેવું પ્રથમ વખત બનશે. ગૌતમ ગંભીર આગામી બે વર્ષ માટે એટલે કે 2017ના વર્લ્ડ કપ સુધી તમામ ફોર્મેટ માટે ચોક્કસ રોડમેપ તૈયાર કરી રહ્યો છે. આ દરમિયાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ તથા 2026નો ટી20 વર્લ્ડ કપ પણ સામેલ છે. બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગંભીરે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ બાદ બોર્ડ સાથે ચર્ચા કરી હતી.


