2011નું વર્ષ ભારતીય ક્રિકેટ માટે એક ઐતિહાસિક ક્ષણ હતું જ્યારે ટીમ ઈન્ડિયાએ લાંબા સમયથી રાહ જોવાતી વનડે વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.એમએસ ધોનીની શાનદાર કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ 28 વર્ષના અંતરાલ પછી ટ્રોફી જીતી હતી.દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ બેટિંગ દિગ્ગજ ગેરી કર્સ્ટન જે તે સમયે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ હતા.તેમણે પણ આ ઐતિહાસિક જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.તેઓ હવે એક નવી ટીમમાં જોડાયા છે.
ગેરી કર્સ્ટન નવી ટીમમાં જોડાયા
નામિબિયા ક્રિકેટ બોર્ડે 2026ના T20 વર્લ્ડ કપ પહેલા એક મોટી જાહેરાત કરી છે, જેમાં દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ બેટ્સમેન અને કોચ ગેરી કર્સ્ટનને સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગેરી કર્સ્ટન ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬માં ભારત અને શ્રીલંકામાં રમાનારી મેગા ઇવેન્ટની તૈયારી માટે મુખ્ય કોચ ક્રેગ વિલિયમ્સ સાથે કામ કરશે. આ પગલું નામિબિયાની ઉભરતી ક્રિકેટ ટીમને મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું છે.
2024માં પાકિસ્તાન ટીમમાં જોડાયા
ગેરી કર્સ્ટનની ક્રિકેટ કારકિર્દી હંમેશા પ્રભાવશાળી રહી છે.1993થી 2004 સુધી દક્ષિણ આફ્રિકા માટે રમતા, તેમણે પોતાની બેટિંગથી દુનિયાનું ધ્યાન ખેંચ્યું. ત્યારબાદ તેમણે કેપટાઉનમાં એક ક્રિકેટ એકેડમીની સ્થાપના કરી, જે યુવા ખેલાડીઓના પોષણ માટેનું કેન્દ્ર બની. 2011ના ODI વર્લ્ડ કપ દરમિયાન તેમની કોચિંગ પ્રતિભા ચરમસીમાએ પહોંચી, જ્યારે તેમણે ભારતીય ટીમને ખિતાબ સુધી પહોંચાડી. તેમણે દક્ષિણ આફ્રિકાની રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચ તરીકે પણ અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું. તેઓ તાજેતરમાં 2024માં પાકિસ્તાન ટીમમાં જોડાયા.
ટીમ ઈન્ડિયાનો સામનો કરશે
નામિબિયાને 2026ના T20 વર્લ્ડ કપ માટે ગ્રુપ A માં મૂકવામાં આવ્યું છે. આ ગ્રુપમાં નામિબિયા, ભારત, પાકિસ્તાન, યુએસએ અને નેધરલેન્ડનો સમાવેશ થાય છે. આનો અર્થ એ છે કે ગેરી કર્સ્ટન પણ આ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનો સામનો કરશે. નોંધનીય છે કે નામિબિયાની પુરુષ ટીમ તાજેતરના વર્ષોમાં T20 ક્રિકેટમાં ઝડપથી વિકાસ પામી છે.2011,2022 અને 2024 ના T20 વર્લ્ડ કપમાં સ્થાન મેળવ્યા પછી, તે 2026 માં પણ રમવા જઈ રહી છે.
આ પણ વાંચો-Smriti Palash Wedding : સ્મૃતિ મંધાના સાથે લગ્ન તૂટવા પર દર્દમાં સિંગર પલાશે આ શું કહ્યું


