ગુજરાતના ટેલેન્ટેડ યુવા ખેલાડી આર્યન શાહ તથા દેવ જાવિયાએ પોતપોતાના મુકાબલા જીતીને આઇટીએફ મેન્સ ટેનિસ ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો.
આર્યને શાર્પ વોલી તથા પાવરફૂલ સર્વિસનો ઉપયોગ કરીને સાઉથ કોરિયાના મિનજોંગ પાર્કને કોઇ પણ મુશ્કેલી વિના 6-2, 6-2થી હરાવ્યો હતો. બીજી તરફ દેવ જાવિયાને મેચ જીતવા માટે સંઘર્ષ કરવો પડયો હતો. પ્રથમ સેટ ટાઇબ્રેકરમાં પહોંચ્યા બાદ તેણે ભારતના અન્ય ખેલાડી અભિનવ સંજીવને 7-6 (7-4),7-5ના સ્કોરથી પરાજય આપ્યો હતો. અન્ય મેચોમાં ભારતના ક્રિસ ત્યાગીએ તુર્કીના યાન્કી ઇરેલને 6-2 , 3-6 , 7-6 (7-2)થી, કરણ સિંઘે રશિયાના નિકિતા આઇનિનને 6-4, 6-3થી, જાપાનના રયોતાર્ગો તાગુચીએ ભારતના સિદ્ધાર્થ રાવતને 7-6 (7-1), 7-6 (7-2)થી, ઇશાક ઇકબાલે યશ યાદવને 6-0, 6-3થી, જાપાનના માતસુડાએ ભારતા કબીર હંસને 6-2, 6-4થી હરાવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું. ભારતના અન્ય કેટલાક ખેલાડીઓએ પોતાના મુકાબલા જીતીને ટૂર્નામેન્ટમાં આગેકૂચ કરી હતી.


