ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન ભારતનો ડી ગુકેશ ક્લાસિકલ ચેસ વર્લ્ડ રેન્કિંગમાં પોતાની કારકિર્દીના સર્વશ્રેષ્ઠ ત્રીજા રેન્કિંગે પહોંચી ગયો છે. ભારતનો આર. પ્રજ્ઞાનાનંદા ફરીથી ટોપ-10માં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે.
ગુકેશ ડિસેમ્બરમાં સિંગાપુર ખાતે ચીનના ડિંગ લિરેનને હરાવીને વર્લ્ડ ટાઇટલ જીત્યા બાદ શાનદાર ફોર્મમાં છે. આ દરમિયાન તેણે 10 રેટિંગ પોઇન્ટ હાંસલ કર્યા હતા અને હવે તેના કુલ 2787 રેટિંગ પોઇન્ટ થઇ ગયા છે. જોકે ગુકેશ તાજેતરમાં માસ્ટર્સ ચેસ ચેમ્પિયનશિપના ટાઇબ્રેકરમાં પ્રજ્ઞાનાનંદા સામે હારી ગયો હતો. તે રેન્કિંગમાં બજા ક્રમે રહેલા હિકારુ નાકામુરા (2892) કરતાં 15 પોઇન્ટ પાછળ છે. નોર્વેનો મેગ્નસ કાર્લસન 2833 પોઇન્ટ સાથે ટોચના ક્રમે છે. ભારતનો અર્જુન એરેગસી પાંચમા ક્રમે સરકી ગયો છે.


