આઇપીએલ 2025ની શરૂઆતમાં હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. લીગ પહેલાં હેલ્થ મિનિસ્ટ્રીએ એક મોટો નિર્ણય લીધો છે.
આઇપીએલના પ્રમુખ અરુણ ધૂમલને પત્ર લખીને લીગને સ્ટેડિયમની અંદર તથા પ્રસારણ દરમિયાન તમામ પ્રકારના તમાકૂ અને શરાબના પ્રચાર ઉપર પ્રતિબંધ લાદવાનો નિર્દેશ કર્યો છે. હેલ્થ મિનિસ્ટ્રીના ડાયરેક્ટર અતુલ ગોયલે પત્રમાં લખ્યું છે કે ક્રિકેટર્સ ભારતના યુવાઓ માટે આદર્શ છે તેથી તેમણે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે શરાબ કે તમાકૂ સંબંધિત પ્રોટક્ટની જાહેરખબરોમાં કામ કરવું જોઇએ નહીં. આઇપીએલને સ્ટેડિયમની અંદર જ્યાં મેચ તથા સંબંધિત મેચ અથવા કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે તથા નેશનલ ટેલીવિઝન તમામ પ્રકારની તમાકૂ તથા શરાબની જાહેરખબરો ઉપર પ્રતિબંધના નિયમનો સખત રીતે અમલ કરવામાં આવશે. ખેલાડીઓ (કોમેન્ટેટર્સ સહિત) આ પ્રકારની જાહેરાતો કરવા અંગે ઉત્સાહિત ના કરવા જોઇએ. આઇપીએલ દેશમાં લોકપ્રિય છે અને તેના પરિણામે સ્પોન્સર્સ પણ આકર્ષીત થતા હોય છે. ખેલાડીઓ સ્વસ્થ અને સક્રીય જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે યુવાઓ માટે આદર્શ છે.


