મેલબોર્નમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બોલર મિચેલ સ્ટાર્ક ઈજાગ્રસ્ત જોવા મળ્યો હતો. સૌપ્રથવાર મેચના ત્રીજા દિવસે તેને તકલીફ હોવાનું માલૂમ પડયું હતું. સ્ટાર્ક પોતાના બોલિંગ સ્પેલ દરમિયાન પોતાની પીઠ પકડતો જોવા મળ્યો હતો.
આ ઉપરાંત તે દિવસની રમત પૂરી થાય તે પહેલાં જ મેદાનની બહાર જતો રહ્યો હતો. જો કે હવે ઓસ્ટ્રેલિયન ટીમના મુખ્ય કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડે આશા વ્યક્ત કરી હતી કે ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક સિડનીમાં ભારતની વિરુદ્ધ યોજાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને આખરી ટેસ્ટ મેચ માટે ઉપલબ્ધ હશે. મેકડોનાલ્ડે સ્વીકાર કર્યો હતો કે સ્ટાર્ક ઈજામાંથી બહાર આવી રહ્યો છે અને ટીમમાં તેની પસંદગી અંગેનો નિર્ણય ટેસ્ટ શરૂ થાય તે પહેલાં જ કરવામાં આવશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી ટેસ્ટ ત્રીજી જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. નોંધનીય છે કે ચોથી ટેસ્ટના છેલ્લા દિવસે સ્ટાર્કને ભારે દુઃખાવો થતો હોવા છતાં તેણે સંપૂર્ણ ક્ષમતા સાથે બોલિંગ કરી હતી અને ઓસ્ટ્રેલિયાને લક્ષ્યને બચાવવામાં મદદ કરી હતી. મેકડોનાલ્ડે જણાવ્યું હતું કે તે સ્પષ્ટ છે કે સ્ટાર્કને કેટલીક તકલીફ થઈ રહી હતી. અમે તેના પર ધ્યાન આપી રહ્યા છીએ. જો તે તેના સિવાય બધું બરાબર લાગે છે. જો કે હજું થોડો સમય બચ્યો છે તે પહેલાં તેણે બહાર આવવું જરૂરી છે. અમે જોઈશું કે સિડનીમાં ક્યા પ્રકારની ટીમની જરૂર છે અને પીચને જોઈને તેને અનુસાર નિર્ણયો કરીશું.


