એલ્ટેવોલ એલેકઝાન્ડર વાસ્કે ટેનિસ યુનિવર્સિટી ખાતે 23મીથી 30મી માર્ચ સુધી આઇટીએફ એમ25 મેન્સ ટેનિસ ટૂર્નામેન્ટ રમાશે. 23મી અને 24મીએ ક્વોલિફાઇંગ રાઉન્ડ રમાશે. ત્યારબાદ મુખ્ય ડ્રોનો પ્રારંભ થશે.
આ ટૂર્નામેન્ટમાં વિશ્વભરના 80 મેન્સ ખેલાડીઓ ભાગ લેવાના છે. ટૂર્નામેન્ટમાં કુલ 30 હજાર અમેરિકન ડોલરના પ્રાઇઝ મની રહેશે, ગુજરાતના બે ટેલેન્ટેડ ખેલાડી આર્યન શાહ તથા દેવ જુવિયા મુખ્ય ડ્રોમાં રમશે. ટૂર્નામેન્ટના ડાયરેક્ટર સ્વપ્નિલ દેસાઇએ જણાવ્યું હતું કે ટૂર્નામેન્ટમાં ક્વોલિફાઇંગ રાઉન્ડ માટે ચાર અને મુખ્ય ડ્રો માટે બે વાઇલ્ડ કાર્ડ આપવામાં આવ્યા છે.
ગુજરાતના આઠ ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. બ્રિટનના બે ખેલાડી જય ક્લાર્ક તથા ઓલિવર ક્રોફર્ડ, ઓસ્ટ્રેલિયાનો મોઈરાની બોયુઝીગે તથા કઝાકસ્તાનનો ઇગોર અગાફોનોવ ટોપ-4 સિડેડ પ્લેયર્સ છે. ભારત માટે ડેવિસ કપમાં રમી ચૂકેલા કરણ સિંહ, આર્યન શાહ, સિદ્ધાર્થ વિશ્વકર્મા થથા સિદ્ધાર્થ રાવત પણ રમવાના છે.


