ભારતમાં ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવનારી ઘટના સામે આવી. પુડુચેરીમાં અન્ડર-19 ટીમના ખેલાડીઓએ કોચ પર હુમલો કર્યો. આ ઘટનાએ સમગ્ર ભારતમાં સનસનાટી મચાવી દીધી છે. કોચ પર હુમલાને લઈને BCCI એકશનમાં આવ્યું છે. BCCIએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. જયારે હુમલાખોર ખેલાડીઓને પકડવા પોલીસે પણ ચક્રોગતિમાન કર્યા છે. હાલમાં ક્રિકેટરો અને કોચ સમાચારોની હેડલાઈન બની રહ્યા છે. ટીમ ઇન્ડિયાના કોચ ગૌતમ ગંભીર ક્રિકેટરો સાથેના મતભેદને લઈને ચર્ચામાં છે. ત્યારે કોચ વેંકટ પર ગંભીર હુમલાના વિવાદને પગલે ક્રિકેટ વર્તુળમાં હલચલ મચી છે.
3 ખેલાડીઓએ મુખ્ય કોચ પર ગંભીર હુમલો
પુડુચેરી ક્રિકેટમાં ખળભળાટ મચી ગયો હતો. જયારે 3 ખેલાડીઓએ મુખ્ય કોચ પર ગંભીર હુમલો કર્યો. ખેલાડીઓના હુમલામાં મુખ્ય એસ. વેંકટરામન ગંભીર રીતે ઘાયલ થયા. આ ઘટના સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) માટે ટીમ પસંદગી દરમિયાન બની હતી. સોમવારે સવારે CAP (ક્રિકેટ એસોસિએશન ઓફ પોંડિચેરી) ના ઇન્ડોર નેટ્સ પર મુખ્ય કોચ ખેલાડીઓ સાથે પ્રેકટીસ કરી રહ્યા હતા. ત્યારે ટીમમાં સામેલ ન કરવાના કારણે 3 ખેલાડીઓ ગુસ્સે થયા અને કોચ પર હુમલો કર્યો. કોચને માથા અને ખભામાં ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા. અન્ડર-19ના ખેલાડીઓ હુમલો કર્યા બાદ ફરાર થઈ ગયા. આ ઘટના સામે આવતા BCCIએ તપાસના આદેશ આપ્યા. અને પોલીસ પણ ફરાર ખોલાડીઓની શોધખોળ કરી રહી છે.
કોચ વેંકટરામનની તબિયત સ્થિર
કોચ પરના હુમલા બાદ, BCCI એ આ બાબતને ગંભીર મામલો ગણાવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર મુખ્ય વેંકટરામનની તબિયત અત્યારે સારી છે. કોચના કપાળ પર 20 ટાંકા અને ખભામાં ફ્રેક્ચર થયું છે. તે હાલમાં ખતરાની બહાર છે, પરંતુ હુમલો કરનારા ફરાર ખેલાડીઓને અમે શોધીને જ રહીશું. કોચ વેંકટરામને પોતાની ફરિયાદમાં માત્ર ત્રણ ખેલાડીઓના નામ જ નહોતા આપ્યા, પરંતુ ભારતીદાસન પોંડિચેરી ક્રિકેટર્સ ફોરમના સેક્રેટરી જી. ચંદ્રન પર ખેલાડીઓને ગેરમાર્ગે દોરવાનો આરોપ પણ લગાવ્યો હતો.
રાષ્ટ્રીય સ્તરે ઘટના તપાસ થશે, BCC
જયાં આ ઘટના બની ત્યાં CAP (ક્રિકેટ એસોસિએશન ઓફ પોંડિચેરી) એ આ ઘટના પર કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી. પરંતુ કોચ પર ગંભીર હુમલાના કારણે ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. પહેલા કયારે પણ આવી ઘટના સામે આવી નથી. હાલમાં જે રીતે મામલો વધી રહ્યો છે તે પુડુચેરી ક્રિકેટની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. BCCI એ આ બાબતને ગંભીર ગણાવતા સ્પષ્ટતા કરી કે આ મામલો હવે CAP પૂરતો મર્યાદિત રહેશે નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્તરે તેની તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો : Vaibhav Suryavanshi પછી, નાની ઉંમરે આ યુવા ખેલાડીની હવે ઓક્શનમાં એન્ટ્રી!


