દક્ષિણ આફ્રિકા સામે 0-2 ટેસ્ટ સીરિઝમાં મળેલી હાર પછી ગૌતમ ગંભીરના કાર્ય નીતિની ટીકા કરવામાં આવી છે. ભારતના પ્રથમ વર્લ્ડ કપ વિજેતા અને પૂર્વ ક્રિકેટર કપિલ દેવે આધુનિક ક્રિકેટમાં કોચની ભૂમિકા પર એક મોટું નિવેદન આપ્યું છે.કપિલ દેવ મુજબ,આજે મુખ્ય કોચની ભૂમિકા ખેલાડીઓને તકનીકો શીખવવા કરતાં તેમને સંચાલિત કરવામાં વધુ હોય છે. દક્ષિણ આફ્રિકા સામે ભારતની 0-2 ટેસ્ટ સીરિઝની હાર બાદ મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરની પસંદગીને લઈને સવાલો થયા છે. તેમના વારંવાર ખેલાડીઓના રોટેશન, પાર્ટ-ટાઇમ, બોલિંગ પર નિર્ભરતા અને સ્પષ્ટ વ્યૂહરચનાના અભાવને કારણે ટીકા વધી રહી છે.
કપિલ દેવે શું નિવેદન આપ્યું
કોલકાતામાં ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના ICC શતાબ્દી સત્ર દરમિયાન કપિલ દેવે આ નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું કે અત્યારે ક્રિકેટમાં ‘કોચ’ શબ્દને ઘણીવાર ખોટીરીતે સમજવામાં આવે છે.કપિલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું,”આજે જેને આપણે કોચ કહીએ છીએ,તે ખૂબ જ સામાન્ય શબ્દ બની ગયો છે.ગૌતમ ગંભીર કોચ ન બની શકે, તે મેનેજર બની શકે છે.કોચ એવી વ્યક્તિ છે જેની પાસેથી મેં શાળા અને કોલેજમાં ક્રિકેટ શીખ્યું હતું.તે મને શીખવતા અને મને સુધારતા.કપિલે આગળ પ્રશ્ન કર્યો કે મુખ્ય કોચ દરેક વિભાગમાં ટેકનિકલ નિષ્ણાત કેવી રીતે હોઈ શકે છે.તેમણે કહ્યું કે તમે કોચિંગ કેવી રીતે કરી શકો છો? ગૌતમ ગંભીર લેગ-સ્પિનર કે વિકેટકીપરને કેવી રીતે કોચિંગ આપી શકે છે?, ખરી જરૂરિયાત મેનેજમેન્ટ કરવાની છે.
ક્રિકેટમાં મેનેજર મહત્વઃ કપિલ દેવ
કપિલ દેવનું માનવું છે કે આધુનિક ક્રિકેટમાં મેનેજરની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ છે.કારણ કે તે ખેલાડીઓનો વિશ્વાસ જીતી શકે છે.”એક મેનેજર તરીકે, તમે ખેલાડીઓને વિશ્વાસ આપો છો કે તેઓ તે કરી શકે છે. યુવા ખેલાડીઓ તમારા પર વિશ્વાસ કરે છે. અને તે આત્મવિશ્વાસ મેદાન પર પ્રતિબિંબિત થાય છે.” કાર્યક્રમ દરમિયાન કપિલ દેવે ક્રિકેટના બદલાતા સ્વભાવ પર એક રસપ્રદ દ્રષ્ટિકોણ પણ રજૂ કર્યો હતો.તેમણે કહ્યું કે જો સુનીલ ગાવસ્કર આજે રમતા હોત, તો તે T20 ક્રિકેટમાં પણ સૌથી ખતરનાક બેટ્સમેન હોત.
આ પણ વાંચો -T20I સીરિઝની વચ્ચે હાર્દિક પંડ્યા ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે અમદાવાદ પહોંચ્યો


