ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ રોજર બિન્નીએ દેવજીત સાઇકિયાને બોર્ડના કાર્યકારી સચિવ પદે નિયુક્ત કર્યા છે. તેઓ જય શાહના સ્થાને BCCIનું કામકાજ સંભાળશે. ઉલ્લેખનીય છે કે જય શાહ એક ડિસેમ્બરથી આઇસીસીના નવા પ્રમુખ બન્યા છે.
બીસીસીઆઇના પ્રમુખ રોજર બિન્નીએ પોતાની બંધારણીય શક્તિઓનો ઉપયોગ કરતા દેવજીત સાઇકિયાને બોર્ડના કાર્યકારી સચિવ પદે નિયુક્ત કર્યા છે. BCCIના નિયમો અનુસાર જ્યાં સુધી કાયમી સચિવની નિમણૂક ન થાય ત્યાં સુધી કાર્યકારી સચિવ બોર્ડની જવાબદારી સંભાળી શકે છે. આ એક અસ્થાયી વ્યવસ્થા છે. આસામના રહેવાસી સાઇકિયા ફર્સ્ટ ક્લાસ કેટેગરીના ક્રિકેટર છે. તેઓ હાલ BCCIના સંયુક્ત સચિવ છે. સાઇકિયા આગામી વર્ષ સપ્ટેમ્બર સુધી આ હોદ્દા પર રહેશે અને તે બાદ બોર્ડમાં સ્થાયી સચિવની નિમણૂક કરાશે.


